ખાડા ફટાફટ બૂરો, મંદિર-મસ્જિદને રંગરોગાન કરાવો
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે રાજકોટના અલગ-અલગ વિસ્તારને એક કલાક સુધી નિહાળ્યા
મહાપાલિકા જ નહીં બલ્કે અન્ય સરકારી કચેરીઓને પણ મિશન સિટી બ્યુટિફિકેશન' સાથે જોડવા આદેશ
રાજકોટમાં અત્યારે સિટી બ્યુટિફિકેશન નામની ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત શહેરના ડિવાઈડર, એન્ટ્રી-એક્ઝિટ ગેઈટને શણગાર, સર્કલને શણગાર, રાત્રિસફાઈ સહિતની કામગીરી ચાલી રહી છે. એકંદરે રાજકોટ અત્યારે ખરેખર સુંદર છે કે નહીં તેની ખરાઈ કરવા માટે ખુદ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર રાજકોટ આવી પહોંચ્યા હતા. એકંદરે ભારે વરસાદને કારણે શહેરમાં હજારોની સંખ્યામાં ખાડા પડ્યા હોય જે ફટાફટ બૂરવા માટે સાથે સાથે મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને રંગરોગાન કરાવવા માટે સુચન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અશ્વિની કુમારે એક કલાક સુધી માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, આમ્રપાલી અન્ડરબ્રિજ, કોટેચા ચોક, ૧૫૦ ફૂટ રિંગરોડ પરનો બીઆરટીએસ રૂટઈ ગ્રીનલેન્ડ ચોકડી સહિતનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને કહ્યું કે મહાપાલિકા જ નહીં બલ્કે અન્ય સરકારી કચેરીઓ તેમજ સંસ્થાઓ પણ
મિશન સિટી બ્યુટિફિકેશન’ સાથે જોડાય તે દિશામાં કામ કરવું જોઈએ. તેમણે ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા સર્કલ નાના કરવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તેના વખાણ પણ કર્યા હતા.
લોકો પછી બેસશે, મંત્રી બાવળિયાએ માણી `ટોય ટે્રન’ની મજા !
રાજકોટનું નઝરાણું બની ગયેલા અટલ સરોવરની દરરોજ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ શુક્રવારે વહેલી સવારે અટલ સરોવર પહોંચી ગયા હતા. અહીં તેમણે અંદરની તમામ સુવિધા નિહાળી હતી સાથે સાથે ટોય ટે્રનની મજા પણ માણી હતી. ટોય ટે્રનનું હજુ ટ્રાયલ ચાલી રહ્યું હોવાથી લોકોને તેમાં બેસવા દેવામાં આવતા નથી પરંતી મંત્રી સહિતના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી !