પુત્રની સગાઈ નહિ થતાં પિતાનો આપઘાત
શહેરની ભાગોળે લાપસરી ગામે રહેતા બહાદુરસિંહ કાનજીભાઇ ભટ્ટી (ઉ.૭૦)એ દિકરાના સગપણની ચિંતામાં ઝેરી દેવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ રીક્ષા ચલાવતા હતા તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જેમાં નાના પુત્રનું સગપણ થતું ન હોય જેની ચિંતામાં વૃધ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધાનું જાણવા મળ્યું છે.
