રાજકોટમાં ફરસાણ અને રાજકોટ એકબીજાના પૂરક
રોજનો હજારો કિલોનો `ઉપાડ’ એટલું જ દરરોજ ખવાઈ પણ જાય છે
જન્મ હોય કે મરણ, લગ્ન હોય કે સગાઈ, સવાર હોય કે સાંજ…રાજકોટને ફરસાણ વગર ન ચાલે…ન ચાલે…ન જ ચાલે !!
તમને ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ મળશે જેને કદાચ ફરસાણ ભાવતું નહીં હોય…જો કે ૧૦૦માંથી માંડ એકાદ-બે લોકો જ આવા મળશે જ્યારે ૯૮ લોકો એવા મળશે જેઓ ફરસાણ પાછળ દિવાના હોય…એક લાઈનમાં કહેવું હોય તો તેમને ફરસાણ વગર બિલકુલ ચાલતું જ ન હોય…રાજકોટ એક એવું શહેર છે જ્યાં ચા અને ફરસાણનો ઉપાડ' જેટલો થાય છે એટલો કદાચ અન્ય શહેરમાં થતો હોય તો નવાઈ પામવા જેવું રહેશે...હા, વસતીની દૃષ્ટિએ અમદાવાદ-સુરતમાં આ આંકડો કદાચ વધી જાય પરંતુ
આપણું રાજકોટ’ આ દિશામાં પર હરણફાળ ભરવા લાગ્યું છે…! અહીં જન્મ હોય કે મરણ થયું હોય, લગ્ન હોય કે સગાઈનો પ્રસંગ હોય, સવાર હોય કે સાંજ હોય પરંતુ અહીંના લોકોને ફરસાણ વગર ન ચાલે…ન ચાલે અને ન જ ચાલે…!
કદાચ આ લેખ વાંચીને તમને પણ ફરસાણ ખાવાનું મન થઈ જ ગયું હશે અથવા તો આ લેખનું વાંચન કરતી વખતે તમે ફરસાણ ઝાપટી રહ્યા હશો અને જો ન ઝાપટી રહ્યા હોય તો તમને ખાવા માટેની લાલચ જગાવવાનું કાર્ય વોઈસ ઓફ ડે' કરી રહ્યું છે. આપણા રાજકોટની વાત કરીએ તો અહીં લોકોની સવાર ફાફડા-જલેબીથી શરૂ થાય છે અને તીખાં-મોળાં ગાંઠિયા સહિતના ફરસાણથી જ અહીંની સાંજ પડે છે તે વાતને કદાચ કોઈ ખોટી પાડી શકશે નહીં. અહીંનું ફરસાણ એટલું લોકપ્રિય છે કે નાના બાળકને જેટલું તે ભાવે છે એટલું જ મોટેરાઓને પણ ભાવતું જ હોય છે.
ઘણા લોકો એવા છે જેમને મોઢામાં દાંત ચાલ્યા ગયા હોય છે આમ છતાં તેમની નજર ફરસાણ ઉપર પડે એટલે એક વખત તેને ખાવા માટે લલચાઈ જરૂર જાય છે અને જો દાંત હોય તો તો પછી ભલા માણસ, કશું પૂછવાનું જ હોય નહીં ને !! સીધું તૂટી જ પડવાનું હોય... રાજકોટમાં અત્યારે દરેક વિસ્તારમાં ફરસાણની નાની-મોટી દુકાન ધમધમી રહી છે જ્યાંથી હજારો કિલોની માત્રામાં ફરસાણનો
ઉપાડ’ થઈ રહ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે ઘણાખરા પરિવારો રોજનું ફરસાણ ખરીને રોજ જ તેનો ખાત્મો' બોલાવી દેતાં હોય છે તો અમુક પરિવારો એવા પણ છે જેઓ ઘરમાં ફરસાણનો
સ્ટોક’ કરી રાખવામાં માનતાં હોય છે જેથી મન પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય…અત્યારે શહેરમાં મુખ્યત્વે સેવ, પાપડી, સેવબુંદી, સક્કરપારા, તીખાં-મોળાં ગાંઠિયા, ચવાણું, અલગ-અલગ પ્રકારના લાડવા સહિતનું `મેજર કલેક્શન’ આપણું રાજકોટ ધરાવે છે. કદાચ આ વેરાયટી ઓછી હશે કેમ કે આ લેખ લખનારે પણ એટલી વાનગીઓનો આસ્વાદ માણ્યો નહીં હોય…!
ફાફડાથી સવાર શરૂ થાય’ને તીખાં-મોળાં ગાંઠિયા સહિતની વાનગીઓથી સાંજ પડે: નાના બાળકને જેટલું ફરસાણ પ્રિય એટલું જ
મોટેરાઓને પણ
અનેક લોકો એવા જેમને ભૂખ ન હોય એટલે ફરસાણથી ચલાવી લ્યે !
રાજકોટના ઘણાખરા પરિવારો એવા છે જેઓ એક ટાઈમ બરાબર દબાવીને ભોજન લેવામાં માનતા હોય છે જ્યારે અનેક પરિવારો એવા પણ છે જેઓ એક ટાઈમ ભોજન અને એક ટાઈમ ફરસાણથી ચલાવતા હોય છે ત્યારે એમ કહી શકાય કે બપોરે વધારે પડતું જમાઈ ગયું હોય તો પછી સાંજે ફરસાણથી જ ચલાવી લેનારા લોકોનો પણ અહીં તૂટો નથી. ફરસાણ એક એવી વસ્તુ છે જેના ઉપર લખવામાં આવે તો પેઈઝ ખૂટી પડે…
મોઢામાં દાંત હોય કે ન હોય તો પણ ફરસાણ `દાબવા’ જોઈએ જ
ભેળસેળનો ડર હોવાથી હવે ઘરમાં જ મંડાવા લાગ્યા તાવડાં…
શહેરમાં પાછલા થોડા મહિનાની અંદર મહાપાલિકાની ફૂડ શાખાએ ફરસાણના અનેક કારખાના ઉપર દરોડા પાડીને ત્યાંથી મોટાપાયે ભેળસેળનું કારસ્તાન પકડી પાડ્યું છે. વારંવાર ભેળસેળયુક્ત ફરસાણ પકડાઈ રહ્યું હોવાથી લોકો રીતસરના ડરી ગયા છે અને આ ડરને કારણે જ હવે ઘરમાં જ તાવડાં માડીને તાજેતાજું ફરસાણ બનાવવા લાગ્યા છે. જો કે આ વાત સારી પણ છે કેમ કે ઘરનું બનાવેલું ફરસાણ `ગણ’ પણ કરે છે પછી ભલે તે મોંઘું પડે પરંતુ તે પૌષ્ટીક જરૂર હોય છે.
સેવ, પાપડી, સેવબુંદી, સક્કરપારા, ચકરી-ભાખરવડી, મોળા સાટા, સેવ-મમરા, વેફર, ચેવડો, ચવાણું, અલગ-અલગ પ્રકારના લાડવા સહિતનું ફરસાણ માટેનું `મેજર કલેક્શન’ ધરાવે છે આપણું રાજકોટ