ખેડૂતો લોન માફ કરો ! બળદ ગાડા સાથે આપનો વિરોધ
ખેડૂતોને પેકેજ નહીં ખરેખર રાહત આપવા રાજકોટ જિલ્લા કલેક્ટરને રજુઆત
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં ઓગસ્ટ મહિમા પડેલા ભારે વરસાદ બાદ ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે જાહેર કરેલ રાહત પેકેજ તાત્કાલિક ખેડૂતોને ચુકવવાની સાથે ખેડૂતોએ લીધેલ કૃષિ લોન તાત્કાલિક માંડવાળ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ બળદગાડામાં બેસી રાજકોટમાં અનોખો વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આમ આદમી પાર્ટી રાજકોટની યુથવિંગ સહિતના નેતાએ ગુરુવારે રાજકોટમાં સરકારના કૃષિ રાહત પેકેજનો વિરોધ કરી ઓણસાલ ભારે વરસાદ અને કમોસમી વરસાદમાં થયેલ નુકશાન મામલે જાહેર કરવામાં આવેલ પેકેજ ખેડૂતોને ખરેખર થયેલ નુકશાન કરતા માત્ર ત્રણ ચાર ગણું જ હોવાનો આરોપ લગાવી રાહત પેકેજને લોલીપપ સમાન ગણાવી તા. ૨૩/૧૦/૨૦૨૪ ના રોજ જાહેર થયેલ પેકેજની રકમ સમયસર ફાળવવામાં આવે તો શિયાળુ પાક માટે આયોજન કરી શકે જેથી સરકારે જાહેર કરેલ જાહેર પેકેજ દિવસ – ૮ માં અતિવૃષ્ટિના ભોગ બનેલ ખેડૂતોને આપવા માંગ કરી હતી. સાથે જ ખેડૂતોને રાહત પેકેજની સાથે બેન્ક, મંડળીઓમાંથી લીધેલી લોન માંડવાળ કરી શિયાળુ પાક માટે દવા, ખાતર અને બિયારણ ખરીદીમાં પણ 50 ટકા સબસીડી આપવા માંગ કરી હતી.