નૌતમ સ્વામીની હકાલપટ્ટી
અખિલ ભારતીય સંત સમિતિની લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં નૌતમ સ્વામીની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ભગવાન રામ, કૃષ્ણ, હનુમાનજીના અપમાન બદલ હકાલપટ્ટી કરવામાં આવી છે.
આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે યોજાયેલી બેઠકમાં સાધુ-સંતોએ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવવાની માંગ કરી હતી.
આપને જણાવી દઈએ કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્ર મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે.
