સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ત્રણ દિવસ માટે આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં નિકાસની તકો
ઝીમ્બાબ્વેના મંત્રી ઉપરાંત યુગાન્ડા, રવાન્ડા, ટોગો,
બાંગ્લાદેશ અને કોન્ગોના ઉચ્ચાયુક્ત સહિતનાની ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામડળ દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ ટે્રડ શોને આજે ઝીમ્બાબ્વે સરકારના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના નાયબ મત્રી આર. કે. મોદીના હસ્તે ખુલ્લો મુકવામા આવ્યો હતો. આ ટે્રડ શો તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી , આજી વસાહત, ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે યોજાયો છે.

આ ટે્રડ શોના ઉદઘાટન સમારોહમા ઝીમ્બાબ્વેના મત્રી આર.કે. મોદી ઉપરાત ઝીમ્બાબ્વેના રાજદૂત ડો. ગોડફ્રે માજોની ચીપારે, યુગાન્ડાનાં ઉચ્ચાયુક્ત જોયસ કાકુરમાંત્સી કીકાફંડા, રવાન્ડાનાં ઉચ્ચાયુક્ત જેકલીન મુકનગીરા, ટોગોનાં અમોયુસો સેના કોમલન, બાંગ્લાદેશનાં કાઉન્સિલર મોહમંદ અબ્દુલ વાદુદ અકાંડા, રિપબ્લિક ઓફ કોન્ગોનાં ઇકોનોમિક કાઉન્સીલર ગેબ્રિએલ ઇતોઉ વગેરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસગે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામડળના પ્રમુખ પરાગ તેજુરાએ કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છને નાના અને માધ્યમ પ્રકારના ઉદ્યોગોનુ હબ બનાવવાના હેતુથી યોજાતા આ ટે્રડ શોના માધ્યમથી સૌરાષ્ટ્ર- કચ્છનો વિકાસ થાય તેવી આશા છે. આ ટે્રડ શોમા દેશ વિદેશમાથી વેપાર ઉદ્યોગ સાથે સકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન ૨૫ હજાર જેટલા સ્થાનિક મુલાકાતીઓ આવશે અને વેપારની તકો ચકાસશે.
આજે ઉદઘાટન સમારોહ બાદ ઝીમ્બાબ્વેના મત્રી ઉપરાત અન્ય મહાનુભાવોએ જુદા જુદા સ્ટોલની મુલાકાત લીધી હતી અને લોકલ પ્રોડક્ટ નિહાળી હતી. વિદેશથી આવેલા ૧૦૦ જેટલા બાયર્સે પણ ઘણી પ્રોડક્ટમાં રસ દાખવ્યો હતો અને આ કારણોસર સ્થાનિક વેપારીઓ માટે નિકાસની તક પણ ઉભી થઇ હતી.
આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં `વોઈસ ઓફ ડે’ છવાયું

આજી વસાહતમાં યોજાયેલા આતરરાષ્ટ્રીય વેપાર મેળામા વોઈસ ઓફ ડે પહેલા દિવસે જ છવાઈ ગયુ હતુ . ડોમ-એમાં સ્ટોલ નબર ૧૫ અને ૧૬ વોઈસ ઓફ ડે હસ્તક છે અને ત્યા પહેલા દિવસે જ મુલાકાતીઓએ ભીડ લગાવી હતી. આ ટે્રડ શોના ઉદઘાટક ઝીમ્બાબ્વેના મત્રી આર.કે.મોદી અને અન્ય ઉચ્ચાયુકતો આ સ્ટોલની મુલાકાતે આવ્યા હતા અને વોઈસ ઓફ ડે અખબારના પ્રિન્ટીંગ અને લે-આઉટ તથા સમાચારો વાચી ખુશી વ્યક્ત કરી હતી. મત્રી આર.કે.મોદી ગુજરાતી છે અને તેમણે અખબારનું રસપૂર્વક વાચન કર્યું હતુ અને પોતાના મોબાઈલમા એપ પણ ડાઉનલોડ કરી હતી. આ ટે્રડ શોમા ભાગ લેવા આવેલા આફ્રિકન દેશોની મહિલાઓએ સેલ્ફી પણ લીધી હતી
