હજુ પગ પણ નથી પહોંચતા ‘ને ટેણિયા ચડ્યા બાઇક ચોરીના રવાડે!
હરીઘવા રોડ પર પુરુષાર્થ સોસાયટીમા મોડી રાત્રે થયેલી ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા
શહેરના હરીઘવા રોડ ઉપર પુરુષાર્થ સોસાયટીમા બાઇક ચોરીની ઘટના સામે આવી છે જોકે આ ચોરીના સીસીટીવી સામે આવતા સામે આવ્યુ હતુ કે બાઇક ચોરી કરનાર નાની ઉમરના બે બાળકો હોવાનુ સામે આવ્યુ છે. મહત્વની વાત એ જોવા મળી કે, બાઇક ઉઠાવી જનાર બનેની ઉંમર એટલી નાની કે બાઇક ઉપર બેસતા તેમના પગ પણ હજુ જમીનને અડકતા નથી.
આ પણ વાંચો: પત્નીની પ્રસૂતિનું બહાનું કાઢી માંગેલી કાર ગઠિયાએ ગીરવે મૂકી દીધી
આ અગેની વિગતો મુજબ, હરીઘવા રોડ પુરુષાર્થ સોસાયટી શેરી નબર ૩ મા રહેતા વિવેક જયતીભાઈ વીરડીયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમા ગત તારીખ ૧૪/૦૬/૨૬ પોતાનુ ૠઉં ૦૩ઋૠ ૮૩૨૪ નબરનુ બાઈક ચોરી થવા અગે ફરિયાદ નોંધાવી હતી. આ બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી જેનાથી જાણવા મળ્યુ કે, મોડી રાત્રિના ૩.૪૫ વાગ્યા આસપાસ મોબાઈલમા લાઈટ કરીને બે ટેણિયા શેરીમા પ્રવેશે જે બાદ વિવેકભાઈની બાઇકમા હેન્ડલ લોક છે કે નહીં તે ચેક કરી શાતીર ગઠિયાઓ બાઇક ચાલુ કરી નાશી છૂટે છે. આ ઘટનામા બને ચોરી કરનારની ઉંમર ખુબ નાની હોય તેવુ દેખાઈ રહ્યુ છે. ઘટના અગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
