Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

80,000ના ભાવે પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ: ધનતેરસ,લગ્નગાળા માટે બુકીંગના શ્રીગણેશ

Sat, October 19 2024

ખરીદકારોએ સરેરાશ 100ગ્રામના બદલે 50થી 60 ગ્રામ દાગીનાના ઓર્ડરો આપ્યા,6 મહિના 13 ટકાથી વધુ રિટર્ન મળ્યું: હજુ પણ ભાવ વધશે તેવી સંભાવના સાથે ખરીદીના ઓર્ડરો, ભારેખમ જ્વેલરીના બદલે લાઈટવેટ જ્વેલરી ઇન ડિમાન્ડ

ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતા દેશ વિદેશમાં સોનાના ભાવ ફરી એક વખત ઉછળ્યા છે અને 80,000 ની નજીક પહોંચી ગયા છે. તે સેફ હેવન ગણાતા સોના ચાંદીની સપાટી ઓલ ટાઈમ હાઈએ પહોંચી જતા તહેવારો ટાણે જ સ્થાનિક બજારમાં ઘરાકી મંદ રહે તેવી ધારણા હોવા છતાં પણ અત્યારે ભવિષ્યમાં સોનાના ભાવ વધશે તેવી ગણતરીથી ગ્રાહકોએ પુષ્યનક્ષત્ર અને ધનતેરસ માટે બુકિંગ શરૂ કર્યું છે જેના લીધે હોલસેલર માર્કેટમાં ઓર્ડર ઓફ સારા છે પરંતુ અચાનક સોનાના ભાવમાં ઉછાળો આવતા વેપારીઓના પેમેન્ટ અટવાઈ ગયા હોવાનું ઝવેરીઓ જણાવી રહ્યા છે. આ વર્ષે પીળી ધાતુ 15,000 થી વધારે મોંઘી થઈ છે, છેલ્લા છ મહિનામાં અન્ય રોકાણના સાધનો સામે સોનામાં 13% થી પણ વધુ રિટર્ન મળ્યું છે આથી ઓલ્ડ ઇઝ ગોલ્ડ, હજુ પણ આગામી ટૂંક સમયમાં સોનાના ભાવની સપાટી 90,000 ને પાર થાય તેવી ધારણા બુલિયનના વેપારીઓ સેવી રહ્યા છે. આગામી સપ્તાહથી તહેવારોની મોસમ શરૂ થવા જઈ રહી છે ખાસ કરીને દિવાળી પછી આ વખતે લગ્નગાળો શરૂ થશે. આ વર્ષે વૈશાખ મહિનામાં આંશિક જ લગ્ન માટેના મુહૂર્ત હતા,હવે દિવાળી પછી લગ્નની સંખ્યા પણ વધારે છે. આજે સોનાનો ભાવ 80,000ની નજીક પહોંચી ગયો છે તેમ છતાં  વધેલા ભાવે પણ ગ્રાહકોએ તહેવારોને અનુલક્ષીને બુકિંગ આજના ભાવે શરૂ કરી દીધું છે.


ઝવેરીઓએ જણાવ્યું હતું કે, સલામત રોકાણ તરીકે સોનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ સાબિત થયું છે. આથી ભાવની સપાટી ઓલ ટાઈમ હાઈ થઈ હોવા છતાં પણ લોકોએ પોતાના ખરીદીમાં કાપ મૂકીને પણ સોનામાં રોકાણ વધારે દીધું છે સરેરાશ સામાન્ય વ્યક્તિ 10 તોલા એટલે 100 ગ્રામ ફાઈન ગોલ્ડ અથવા તો જ્વેલરી ની ખરીદી કરે છે જેની સામે વધેલા ભાવમાં 50 થી 60 ગ્રામ ખરીદી સાથે સોનાનું રોકાણ અચૂક કરે છે જ્યારે આગામી તહેવારોમાં પણ શુકનભીની ખરીદી તો ચોક્કસ થશે.

ઈમ્પોર્ટ ડ્યુટી ઘટતા હૉલસેલમાં ધૂમ ખરીદી
બજેટમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં 50% નો ઘટાડો થતાં આ સમય ઝવેરીઓ માટે સુવર્ણ સમય રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હોલસેલ માર્કેટમાં ડિમાન્ડ પણ બમણી થઈ ગઈ છે, અત્યારે હોલસેલ વેપારીઓ માટે વિકટ પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે અચાનક જ સોનાના ભાવ વધતાં વેપારીઓના પેમેન્ટ અટવાઈ ગયા છે જેના લીધે  કારીગરો અને નાના વેપારીઓની પેમેન્ટ માટેની આખી સાયકલ અટકી ગઈ છે.

તહેવારો સાથે ધૂમ લગ્નગાળો

આગામી સપ્તાહથી દીપોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે તહેવારોની ખરીદી સાથે ગ્રાહકોએ શુભ પ્રસંગ ને ધ્યાનમાં રાખી પણ મોટાપાયે ખરીદી શરૂ કરી છે આ વખતે દિવાળી પછી લગ્ન માટેના ઘણા મુહૂર્ત આવી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે 10% વધુ વેપાર થવાની આશા ઝવેરીઓ જેવી રહ્યા છે નવેમ્બર મહિનાથી લઈ જાન્યુઆરી મહિના સુધી લગ્ન પ્રસંગ માટેના દિવસો હોવાથી આ સિઝનમાં ગોલ્ડ જ્વેલરી નું વેચાણ પણ વધારે થાય છે.

પુષ્યનક્ષત્ર અને ધનતેરસ બંને કિંમતી ધાતુની ખરીદી માટે શુભ

અખાત્રીજ બાદ દશેરા અને ધનતેરસ તેમજ પુષ્યનક્ષત્ર સોના ચાંદીની ધાતુની ખરીદી માટે શુભ માનવામાં આવે છે આ સંસ્કૃતિ આદિ અનાદિકાળથી ચાલી આવી છે અને આજે પણ ડિજિટલ સમયમાં પણ લોકો છેલ્લે બાકી શુકન ભીની ખરીદી કરીને પણ મુહૂર્ત સાચવી લેતા હોય છે. તારીખ 24 ઓક્ટોબરના રવિવારે પુષ્યનક્ષત્ર છે. જેમાં ખરીદી માટે બપોરે 12.40 થી લઈ સાંજે 6:40 સુધી શુભ મુહૂર્ત છે. જ્યારે તારીખ 29 ના મંગળવારે ધનતેરસ નો શુભ દિવસ છે આ દિવસે આખો દિવસ પીળી ધાતુને ખરીદી કરવી શુભવંતી ગણાય છે. 

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોથી નકારાત્મક વિચારો થશે દૂર, બધા જ કાર્યો સરળતાથી પૂર્ણ થશે, લાભ થવાની શક્યતા

Next

ગેરકાયદે બાંધકામના નળ-ગટર કનેક્શન કાપી નખાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
15 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
15 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, બધા જ કાર્યો સમયસર થશે પૂર્ણ ; ભાગીદારીના ધંધામાં લાભ થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં જ્વેલર્સ પતિનું ભાભી સાથે અફેર, પત્નીએ સાસુને વાત કરી તો કહ્યું, આવું તો ચાલ્યા કરે ! વાંચો સમગ્ર ઘટના
ક્રાઇમ
5 મહિના પહેલા
પાકિસ્તાન સંસદનું વિસર્જનનવેમ્બરમાં ચૂંટણીની સંભાવના
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
રાજકોટ-અમદાવાદ સિક્સ લેનનું કામ ભૂલાયુ! મુખ્યમંત્રીએ ગડકરી પાસે રાજકોટ-જેતપુર,અમદાવાદ-મુંબઈના બાકી કામ અંગે કરી રજૂઆત
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર