ચૂંટણીતંત્ર લોકસભા ચૂંટણી મતગણતરી સ્થળની મુલાકાતે
કણકોટ સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે સલામતી સહિતની બાબતોની ચકાસણી
10-રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી બાદ જ્યાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે તેવી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ કણકોટની બુધવારે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને જિલ્લા પોલીસવડા તેમજ પોલીસ કમિશનર સહિતની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી સુચારૂરૂપથી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ બુધવારે અધિક કલેકટર ચેતન ગાંધી, અધિક કલેકટર ચૂંટણી એન.કે.મુછાર, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એસ.પી. જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓએ મતગણતરી કેન્દ્ર એવી સરકારી ઇજનેરી કોલેજ કણકોટની મુલાકાત લઈ ઉપલબ્ધ પ્રાથમિક સુવિધા વ્યવસ્થા સલામતી સહિતની બાબતોની તપાસણી કરી હતી.નોંધનીય છે કે, આજે તા. 28 થી 30 સુધી રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી સ્ટાફ માટે તાલીમ વર્ગો પણ શરૂ થયા છે.
