ધંધામાં મંદી આવતા કારખાનેદારે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું : પરિવારમાં કલ્પાંત
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં કોઠારીયામાં કારખાનું ચલાવતા પટેલ કારખાનેદારને ધંધામાં મંદી આવતા આર્થીકભીંસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ જસદણના જુંડાળા ગામના વતની અને હાલ કોઠારીયા સોલાવન્ટમાં રાધપાર્કમાં રહેતાં જીજ્ઞેશ મગનભાઈ પદમાણી (ઉ.વ.22) ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે રૂમમાં છતના હુકમાં દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે પરિવારને જાણ થતાં 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ મામલે આજીડેમ પોલીસ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી કાર્યવાહી કરી હતી.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક પોતાના ઘર પાસે જ મકાન ભાડે રાખી કારખાનું ધરાવી જોબવર્કનું કામ કરતો હતો. તેને ધંધામાં મંદી આવતાં અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ યુવકના મોતથી પરિવાર શોકમાં ગરક થયો છે.
