ધનતેરસે 100 કિલો સોનાની ખરીદી
આ વર્ષે સોનામાં ભાવ વધારો છતાં લોકોએ મુહૂર્ત સાચવવા કરી ખરીદી: ગત વર્ષ કરતાં આ વર્ષે મંદી છતાં ખરીદીના મહોલથી વેપારીઓના ચહેરા મલકાયા
રાજકોટમાં ધનતેરસ નિમિત્તે સોની બજારમાં ગરાકી જોવા મલઈ હિત. સોના-ચાંદીની ખરીદી માટે ધનતેરસના દિવસને અતિ શુભ માનવામાં આવે છે. આ દિવસો મોટેભાગે લોકો પોતાની ક્ષમતા પ્રમાણે સોના-ચાંદીની ખરીદી કરતાં હોય છે. વવર્ષો ચાલી આવતા આ પરંપરા પ્રમાણે આ વર્ષે પણ શહેરમાં સોની વેપારીઓને ત્યાં શહેરીજનો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. સોની બજારમાંથી જાણવા મલ્ટી વિગતો પ્રમાણે ધનતેરસના એક જ દિવસમાં અંદાજે 100 કિલો જેટલું સોનું વેચાઈ ગયું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે મંદી હોવા છતાં સારી એવી ખરીદી થઈ હોય વેપારીઓના ચહેરા મલકાયા હતા.
સોના-ચાંદીની ખરીદી માટે ખૂબ શુભ માનવામાં આવે છે. આ વર્ષે હાલના સમયમાં સોનાના ભાવમાં વધારો થયો હોય થોડી મંદી હોવાનું પણ વેપારીઓનું કહેવું છે. પરંતુ ધનતેરસનું મુહૂર્ત સાચવવા લોકો ખાસ ખરીદી કરતાં હોય છે. જેના કારણે સોની બજાર, પેલેસ રોડ સહિતના સોના-ચાંદીના શો-રૂમ તેમજ દુકાનોમાં ઘરાકી નીકળી હતી. આ અંગે પેલેસ રોડ પર આવેલા શ્રીજી જ્વેલર્સના અશ્વિનભાઈ પાલાએ જણાવ્યું હતું કે, આ વર્ષે સોનાના ભાવમાં વધારો હોય ગત વર્ષ કરતાં થોડી મંદી છે. લોકો આ વર્ષે લાઇટવેઇટ સોનાના દાગીનાની ખરીદી તરફ વળ્યા છે. તો બીજી બાજુ પેન્ડલ, બુટ્ટી, સોના-ચાંદીનાં સિક્કા, નાની લગડી સહિતની ખરીદી કરી ધનતેરસનું મુહૂર્ત સાચવી રહ્યા છે.
મહત્વનું છે કે, ધનતેરસ અને બીજી તરફ બાદ લગ્નગાળાની સિઝનને કારણે લોકોએ ધનતેરસ નિમિત્તે જ ખરીદી કરી હતી ત્યારે સોની બજારમાંથી જાણવા મળતી વિગતો મુજબ ધનતેરસના એક જ દિવસમાં અંદાજે 100 કિલો સોનું એટલે કે, 65 કરોડનું સોનું વેચાયું હતું. જે ગત વર્ષ કરતાં ઓછું હોવાનું જાણવા મળે છે.