આર.એસ.એસ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ
સંઘ સાથે જોડાયેલ રાજકોટના કાર્યકરની અરજીના આઘારે ઉપલેટાના શખ્સ સામે કાર્યવાહી
આરએસએસ પર અભદ્ર ટિપ્પણી કરનાર ઉપલેટાના વિનોદ કેપ્ટન ઘેરવાળા સામે સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા સંધ સાથે જોડાયેલ કાર્યકર મંગેશકુમાર તુલસીદાસ દેસાઈએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વિનોદ ગેરવાડાએ સોશ્યલ મીડિયા માં એક વિડીયો મૂકી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરીયાદ માં જણાવ્યું છે.તેમજ આ બાબતે માફી માગ્યા બાદ પણ વિડીઓ ડીલીટ કર્યો નથી.
મંગેશકુમાર તુલસીદાસ દેસાઈએ કરેલી ફરીયાદમાં જણાવ્યું કે વિનોદભાઈ ઘેરવડા તે પોતાનુ ફેસબુક એકાઉન્ટમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આબરૂને નીચી પાડવા માટે ઘણા બધા પોસ્ટ મુકેલા છે. જેમાં કે પોસ્ટમાં ‘જો નીડર થે વો જંગ મે ગયે, જો કાયર થે વો સંઘ મૈ ગયે’ આવુ લખાણ હીન્દીમાં લખી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ગણવેશ છે તે ગણવેશમાં ગુદા સ્થાને ભીનુ દેખાડી અને બીભત્સ ચીત્ર અને વિડીયો ફેસબુકમાં પોસ્ટ કરેલો છે. આ આખા વિડીયોના તથ્યો ખોટા છે ૧૯૪૭ માં કોઈ આવુ કોઈ યુધ્ધ થયુ જ ન હતુ છતા આવુ ટાઈટલ મુકવામાં આવેલુ છે તે ખોટુ અને ભ્રામક છે. ૧૯૨૫ માં શરૂ થયેલ સંઘ ૧૯૪૭ સુધી આઝાદીની લડતમાં કયાંય ન હોવાનુ ખોટુ જણાવેલ છે. તે તદન ખોટુ છે. ‘સંઘ ગીરોહને જીન્હા કે સાથ ગઠબંધન કીયા” આ તદન ખોટી હકીકત છે. સ્વાતંત્ર વીર સાવરકર માટે પણ અપમાનજનક ખોટી હકીકતો ખરી દેખાય તેમ દેખાડેલી છે અને લખી ન શકાય તેવા અપમાનજનક શબ્દો લખેલા છે. વિનોદભાઈ ઘે૨વડાની માનસીકતા કાયદો અને વ્યવસ્થામાં માનવાની પણ નથી અને તે કાયદો અને વ્યવસ્થાને પણ તોડી રહયા છે. મંગેશ કુમારે આક્ષેપ કર્યો કે વિનોદભાઈ ઘે૨વડાએ સોશીયલ મીડીયમાં માફી માંગી અને એ પ્રસ્થાપીત કરી દીધુ છે કે તેમણે મુકેલી પોસ્ટ એ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય હતી અને માફી માંગ્યા પછી પણ આ સ્પીચ દુર કરેલી નથી કે આ સ્પીચ હટાવેલી નથી આમ જાણી જોઈને ઉશ્કેરાટ ફેલાવવાના બદ ઈરાદાથી વિનોદભાઈ ઘે૨વડા કાર્ય કરી રહયા હોય જેથી લાખો સ્વયં સેવકોના લાગણીને નુકશાન પહોંચાડેલ છે. આ પોસ્ટ સિવાયની એફબી પોસ્ટ જોતા માર્કસવાદી સામ્યવાદી વિચારના આરોપીઓ રાષ્ટ્રીય એકતા–અખંડીતતા જોખમાય તેવુ કૃત્ય કરનાર વિનોદભાઈ તેમના સાથીદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ કરી છે.