`વૉઈસ ઑફ ડે’ના આંગણે ક્રિકેટરસિકોનો જમાવડો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે વર્લ્ડકપ-૨૦૨૩નો ફાઈનલ મુકાબલો રમાયો હતો. આ મેચને લોકો મોટી સ્ક્રીન ઉપર નિહાળી શકે તે માટે શહેરમાં ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આવું જ કાબીલેદાદ આયોજન વૉઈસ ઑફ ડે' દ્વારા કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલા
વૉઈસ ઑફ ડે મીડિયા હાઉસ’ ખાતે કરવામાં આવ્યું હતું. અહીં વિશાળ સ્ક્રીનની વ્યવસ્થા સાથે ઢોલ-નગારાની ધમાલ સહિતની આકર્ષણ રખાયા હોય ક્રિકેટરસિકો મોટી સંખ્યામાં મેચ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. અમુક અમુક ક્રિકેટરસિકોએ તો પોતાના વાહન પર બેસીને મેચનો લુત્ફ ઉઠાવ્યો હતો ત્યારે અહીં મેચ જોવા આવેલા ક્રિકેટરસિકોએ આ આયોજનને મન ભરીને બિરદાવ્યું પણ હતું.