CBSE માં ધો.9 અને ધો.10ના 7.90 લાખ વિદ્યાર્થીઓ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયા
4538 સ્કૂલમાં એ.આઈ.નો કોર્સ ચાલે છે: શિક્ષણથી લઈ એપ્લિકેશન બનાવવા સુધીમાં એ આઈનું મહત્વ વધ્યું
સીબીએસસઇમાં ધોરણ 9 અને ધોરણ 10 ના 7.90જેટલા વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય પર પસંદગી ઉતારી છે. એ આઈ ટેકનોલોજીનું મહત્વ વધી રહ્યું છે, જ્યારે વર્ષ 2024-25 માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના વિષયની ધોરણ 9 અને ધોરણ 10ના 7.90 લાખ વિદ્યાર્થીઓએ પસંદગી કરી છે, આ વિષયની શરૂઆત વર્ષ 2019 થી થઈ હતી.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં 4,538 સ્કૂલમાં 7.90 લાખ વિદ્યાર્થીઓએ માધ્યમિક કક્ષાએ એ આઈના કોર્સની પસંદગી કરી છે તો ધોરણ 11 અને 12 માં 50,342 વિદ્યાર્થીઓએ આ વિષય પર પ્રાધાન્ય આપ્યું છે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ 944 સ્કૂલમાં એ આઈ નો વિષય ભણાવવામાં આવી રહ્યો છે.
અનેક સેન્ટ્રલ બોર્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો વિષય રાખી રહ્યા છે.
ઉચ્ચ શિક્ષણમાં એઆઈની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે ,હાલના સંજોગોમાં ટેકનોલોજીમાં શિક્ષણ, ઉદ્યોગ વેપાર, વાણિજ્ય તેમજ આઇટી સહિતના ક્ષેત્રોમાં એ.આઈ.એ. પ્રવેશ કર્યો છે સીબીએસઇ બોર્ડ દ્વારા પ્રાઇમરી કક્ષાએથી જ એઆઈ નું શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાથી હવે એ આઈ નો ઉપયોગ ગેમિંગ થી લઈ એપ બનાવવા સુધીનો છે.