રાજકોટ જિલ્લામાં ૧૨ દિવસમાં બીજી મર્ડર મિસ્ટ્રી: ખંભાલિડા ગામેયુવાનની હત્યા કરી લાશ સળગાવી દીધી
પડધરીના ખામટા યુવતિની હત્યા કરી સળગાવી દેવાયેલ લાશમળ્યાના ૧૨ દિવસમાં બીજી ઘટના
સ્થાનિક પોલીસ સાથે રાજકોટ ગ્રામ્ય એલસીબી તપાસમાં જોડાઈ
રાજકોટના પડધરી નજીકઅજાણી યુવતિની હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળીઆવ્યા અંગે હજુ પોલીસને કોઈ પુરાવા કે માહિતી મળી નથી ત્યારે ૧૨ દિવસમાં હત્યાની બીજી ઘટના બની છે જેમાં ગોંડલના ખંભાલિડા ગામે એક યુવાનની હત્યા કરીલાશને ખેતરમાં કેમીકલ નાખી સળગાવી દીધાની ઘટના સામે આવતા પોલીસે આ મૃતક યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ ઉપરાંત એસઓજી અને એલસીબીની ટીમ પણ તપાસમાં લાગી છે.
ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામેવિક્રમસિંહ જાડેજાના ખેતર પાસે આવેલા સરકારી ખરાબામાં બુધવારે સાંજે અજાણ્યાયુવાનનો સળગાવેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો જેની જાણ વાડી માલિક વિક્રમસિંહ જાડેજાએપોલીસને કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યા યુવાનની અન્ય સ્થળે હત્યા કર્યા બાદલાશને મોડીરાત્રે જ સરકારી ખરાબામાં લાવી કેમીકલ નાખી સળગાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેનોચહેરો વિકૃત થઈ ગયો હોય ઓળખ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે લાશનેફોરેન્સીક પોર્સ્ટમોટમ અર્થે રાજકોટમોકલી હતી. પોલીસની પ્રાથમિકતપાસમાં અજાણ્યા પુરુષના મોઢામાં સોના જેવી મેટલનો દાંત હોવાનું જાણવામળ્યું છે. જેના પરથી તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે મૃતકની ઓળખ મેળવવારાજકોટ શહેર અને ગ્રામ્ય તેમજ જુનાગઢ પંથકમાં છેલ્લાએક સપ્તાહથી ગુમસુધા આશરે ૨૫ થી ૪૦ વર્ષના યુવાનોની યાદી માંગવી ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
૧૨ દિવસ પહેલા જ પડધરીનાખામટા ગામે સરકારી ખરાબામાંથી અજાણી યુવતિની હત્યા કરી સળગાવી દેવાયેલ લાશમળી આવી જેની હજુ સુધી ઓળખ પણ મળી નથી ત્યાં વધુ એક મર્ડર મિસ્ટ્રીથી રાજકોટ જિલ્લા પોલીસ તપાસમાં લાગી છે.
ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમ પણ આ બંને હત્યાનું રહસ્ય શોધવા સ્થાનિક પોલીસની સાથે તપાસમાં જોડાયા છે.