રાજકોટ જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળને રૂ.8.15 કરોડની સહાય ચૂકવાઈ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત કુલ 115 ગૌશાળ-પાંજરાપોળા માટે બીજા તબક્કાની સહાયની ચુકવણી કરાઇ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજકોટ જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં રહેતા ગૌધનના નિભાવ માટે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાની કુલ ૧૧૫ ગૌશાળા-પાંજરાપોળને બીજા હપ્તાની 8.15 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
મુખ્યમંત્રી ગૌશાળા પોષણ યોજનામાં જે ગૌશાળા-પાંજરાપોળ ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરેલી હોય તેવી ગૌશાળા-પાંજરાપોળને ગૌધનના નિભાવ માટે એક ગૌધન દીઠ રોજના રૂ.30 ખર્ચ પેટે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં બીજા હપ્તાની જુલાઇ-23થી સપ્ટેમ્બર-23 સુધીમાં કુલ 109 ગૌશાળા અને પાંજરાપોળને જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા 5,10,40680 તથા રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા 6 ગૌશાળા-પાંજરાપોળને રૂ.3,05,55960 એમ કુલ 115 ગૌશાળા-પાંજરાપોળને રૂ.8,15,96640ની સહાય ચૂકવવામાં આવી છે.