પતિના અવસાન બાદ રાજકોટમાં પાનની દુકાન ચલાવી પગભર બનેલા રશ્મિબેન રોકડ
પતિના અવસાન બાદ ધંધાની ધુરા સંભાળી આત્મનિર્ભર બનીપાન શોપ ચલાવનારપ્રથમમહિલા
કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતોનથીઅને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતોનથી.જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છેપરંતુ જેનું મન દઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથીતેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથીઆ કહેવતને રશ્મિબેન રોકડ નામની મહિલાએ સાર્થક કરી બતાવી છે.
રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ સામે છેલ્લા 10 વર્ષથી ડિલક્ષ પાનની દુકાન ચલાવતા રશ્મિબેન રોકડ પાનની શોપ ચલાવનાર એક માત્ર મહિલાછે,રશ્મિ બેનને પાનની દુકાન સાંભળવી પડી તેના પાછળનું કારણ એટલુ જ છે કે તેમના પતિરાજેશનું વર્ષ 2013માં અવસાન થયું અને પુત્ર અભિષેક અને પુત્ર અશ્વિનીના ઉછેર અને ઘરની તમામ જવાબદારીરશ્મિબેન પર આવી ગઈ હતી. પતિરાજેશભાઈએ જ ડિલક્ષ નામથી પાનની શોપનીશરૂઆત કરી હતી. પરંતુ 11 વર્ષ પહેલારાજેશભાઈનું કમળાની બીમારીથી અવસાન થયું હતું. રાજેશભાઈના અવસાન બાદ સારવારનો ખર્ચ અને ઉધારી ચૂકવવા માટે રશ્મિબેને પોતના દાગીના વેચવા પડ્યા હવે ઘરને ચાલવા માટે રશ્મિબેન પાસે પતિના ધંધાની ધુરા સંભાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. રાજકોટમાં પાન શોપ ચલાવનાર રશ્મિબેન પ્રથમ મહિલા છે.
વૉઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં રશ્મિબેન રોકડ જણાવે છે કે, પતિના અવસાન બાદ તે ખૂબ જ ડિપ્રેશનમાં હતા. અને 1 વર્ષ સુધી ઊંઘની દવા લેવી પડી તેવી સ્થિતિ હતી.એક તરફ મકાન પર પણ લોન ચાલુ હતી. આવું છ મહિના રહ્યું, પછી એમ થયું કે, ચિંતા કરવાથી કઈ વળશે નહીં.એના કરતા પાનની દુકાન કરી પગભર થવું. તેમના પતિ રાજેશ ભાઈએ દુકાન શરૂ કરી ત્યારથી ક્યારે પણ તે પોતાની પાનની દુકાને આવ્યા જ ન હતા અને પાન બનાવવાનો તેમણે કોઈ અનુભવ જ ન હતો. બાળકો સ્કૂલે જાય બાદમાં રશ્મિબેન પાનની દુકાન ખોલતા અને પાન બનાવતા શરૂઆતના સમયમાં રશ્મિબેનને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો સમય જતા ધીમે ધીમે તેમણે પાનની દુકાન ચલાવવામાં ફાવટ આવી ગઈ તે પાન શોપ ચલાવવા માં સફળરહ્યા અને પાન શોપમાંએસી ફિટ કરાવ્યું અને આજે મોટી સંખ્યામાં લોકો આ શોપમાંઆવી પાન તેમજ અન્ય વસ્તુની ખરીદી કરે છે.
વૉઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં રશ્મીબેન રોકડે જણાવ્યું હતું કે, પાનનો ગલ્લો સંભાળવા આવી તો થોડા દિવસ મને એવું થયું કે, પાનની દુકાનમાં મહિલા બેસે એ વ્યાજબી ન કહેવાય થોડાક દિવસ બધાએ કહ્યું કે મહિલા થઈને ક્યાં પાનના ગલ્લે બેસે છે પણ તોય હું હિમ્મત હારી નહીં અને સંતાનો માટે હું આ કરી શકીઅને ધીમેધીમે લોકોએ બહુ સારો સપોર્ટ કર્યો. એક મહિલાને પાન બનાવતા જોઈ અન્ય મહિલાઓ પણ પાનની દુકાને પાન ખાવા આવતી થઈ રશ્મિબેનના મસાલા અને શિંગોળા પાન ખૂબ પ્રખ્યાત છે. હવે મહિલાઓ પણ પાનની દુકાને આવે છે અને પાન ખાય મને સહકાર આપે છે.રશ્મીબેને વધુમાં જણાવ્યું હતું કે, આરામથી હું સંતાનોને ભણાવી રહી છું અને ઘરનો તમામ ખર્ચ પાનનું દુકાન માંથી આવતી આવકમાંથી કાઢી લઉં છું. હજી સુધી મેં કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી. આજે મેં બધુ પાર પાડી દીધું છે. મકાન પર લોન હતી તે પણ ભરપાઇ થઈ ગઈ છે. તેમજ સંતાનોને સારી રીતે અભ્યાસ પણ કરાવ્યો છે. ઘરવાળાનો પણ સપોર્ટ સારો મળી રહ્યો છે.
નારી કોઈ કાળે હિમ્મત હાર્યા વગર મહેનત કરી આગળ વધી શકે
રશ્મિબેન મીઠા પાન સિવાય ગુટખા એક અન્ય કોઈ લોકોના આરોગ્યને નુકસાન કરે તેવી વસ્તુ વેચતા નથી,અન્ય મહિલાઓ માટે એક આદર્શ રશ્મિબેન જણાવે છે કે,નારી કોઈ કાળે હિમ્મત હાર્યા વગર કોઈ ખરાબ રસ્તે ગયા વગર મહેનત કરો તો આગળ વધો અને પરિવારનું ધ્યાન રાખી શકો અને સન્માનથી જીવી શકો. બસ મારી જેવી મહિલાઓને આ જ કહેવા માગુ છે. આજે એકેય પરિસ્થિતિમાં મહિલા પાછળ નથી. મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારે પુત્રી નવ વર્ષની અને પુત્ર બાર વર્ષની હતી.