ઈદે-મિલાદના ઝુલુસમાં રાતે ૧૦ વગ્યા બાદ પોલીસે ડીજે બંધ કરાવતા તંગદીલી
ટોળાએ એ ડીવીઝન પાલીસ મથકે ધસી જઈ સુત્રોચાર કર્યા
લઘુમતિ સમાજના આગેવાનો સાથે પોલીસની બેઠક બાદ મામલો શાંત પડ્યો
રાજકોટ ઈદે-મિલાદના તહેવાર દરમ્યાન ત્રિકોણબાગ નજીક નિકળેલા જુલુસમાં માડી રાત્રે ૧૦ વાગે પોલીસે ડીજે માઈક બંધ કરાવતા મામલો ગરમાયો હતો એ.ડિવિઝન પોલીસે જુલૂસમાં રહેલા આગેવાનોનો સંપર્ક કરી ડી.જે.બંધ કરવાની સૂચના આપતાં જુલૂસમાં જોડાયેલા લોકો ઉશ્કેરાયા હતા અને રસ્તા પર વાહનો ઊભા રાખી નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું, સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરતું મામલો ગરમાયો હતો મોટી સખ્યામાં લઘુમતી સમાજના ટોળા એ ડીવીઝન પાલીસ મથકે ધસી જઈ સુત્રોચાર કર્યા હતા અને માઈક ચાલુ રાખવા ઉગ્ર રજુઆત કરી હતી. ટોળામાં રહેલા કેટલાક તત્વો ધર્મના નામે ખેલ પાડવાની કોશિશ કરી રહ્યા હતા, વાર્તાલાપથી રસ્તો નીકળવાની સંભાવના ઘટતા પોલીસે બળપ્રયોગની તૈયારી શરૂ કરી હતી અને ટોળાને પહોંચી વળવા પોલીસ સજ્જ બની હતી, બનાવને ધ્યાને રાખી ડીસીપી સહીતના અધિકારીઓ પણ તાત્કાલિક ત્રિકોણબાગ ખાતે દોડી ગયા હતા.પોલીસની તૈયારી જોઇને રોફ જમાવનાર ઢીલા પડ્યા હતા અને ડી.જે.બંધ રાખવાની વાતને સ્વીકારી ત્રિકોણબાગથી શાંતિપૂર્ણ રીતે રવાના થઇ ગયા હતા તેમજ બાદમાં ટોળા વિખેરાયા હતા.
ઈદ-એ-મિલાદના નિમિત્તે શુક્રવારે શહેરના મુખ્યમાર્ગો પર મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, રાત્રીના 10 વાગ્યા બાદ જુલૂસ ત્રિકોણબાગ પાસે પહોંચ્યું હતું અને નિયમ વિરૂધ્ધ રાતે ૧૦ વાગ્યા બાદ પણ જોરશોરથી જુલૂસમાં ડીજે વગાડવામાં આવી રહ્યું હોય ઝુલુસમાં વાગતા ડી.જે.ને પોલીસે રાત્રીના બંધ કરાવતા લોકોનાં ટોળાં એ-ડિવિઝન પોલીસ મથક બહાર એકઠા થઈ ગયા હતા અને બાદમાં પોલીસને ઉગ્ર રજુઆત કરતા મામલા તંગ બની ગયો હતો.જો કે બાદમાં લઘુમતિ સમાજના આગેવાનો દ્વારા સમજાવટથી મામલો થાળે પડ્યો હતો મોડી રાત્રે 100થી 200 લોકોના ટોળાં એ-ડિવિઝન પોલીસ મથક બહાર એકઠા થઈ ગયા હતા.જ્યાં ઉગ્ર રજૂઆતો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો એટલી હદે બિચકયો હતો કે અમુક ઉશ્કેરાયેલા લોકોએ સુત્રોચારો પણ કર્યા હતાં. પરંતુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પરિસ્થિતિ પામી જઈ ઉશ્કેરાયેલા લોકોને શાંત કર્યા હતાં અને વાતાવરણ વધુ બગડતા અટકાવ્યું હતું.
ડી.સી.પી. સુધીરકુમાર દેસાઈ, એસીપી ક્રાઈમ બી.બી. બસિયા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી.ટી.ગોહિલ,એ ડિવિઝન પીઆઇ ડી.એમ.હરિપરા સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.આ દરમિયાન લઘુમતિ સમાજના આગેવાનોને બોલાવી પોલીસ સાથે બેઠક કર્યા બાદ આ ઘટનાને લઈને લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને ટોળૂ વિખેરાયું હતું.