રાજકોટ થી ભાવનગર માટે આજે દોડશે સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે રાજકોટથી ભવનગર અને ભાવનગરથી રાજકોટ વચ્ચે એક દિવસ માટે જનરલ ટ્રેન દોડાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટથી ભાવનગર વચ્ચે ખાસ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેનના તમામ કોચ અનરીઝર્વ્ડ એટલે કે બધા જ કોચ જનરલ હશે. જો કે આ ટ્રેન માત્ર એક દિવસ માટે દોડશે છે.
રાજકોટથી ભાવનગર વચ્ચે જે ખાસ ટ્રેન દોડવાની છે તેમાં ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ રાજકોટ થી 13.07.2024 ના રોજ સવારે 4.30 કલાકે ઉપડશે અને સવારે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્નમાં ટ્રેન નંબર 09592 ભાવનગર-રાજકોટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 13.07.2024 ના રોજ રાત્રે 18.00 કલાકે ઉપડશે અને તે જ રાત્રે 3.00 કલાકે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુંડીહાર, લાઠી, ધાસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ હશે. નોંધનીય છે કે ઉપરોક્ત ટ્રેનો માત્ર એક દિવસ માટે દોડાવવાની છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.