આજીડેમ નજીક ખાડાએ યુવાનનો ભોગ લીધો
નોકરી પૂરી કરી ઘરે જવા નીકળેલા યુવાન માટે ખાડોકાળ બન્યો
રાજકોટમાં ખાડાને કારણે એક યુવાને જીવ ગુમાવ્યો હતો. કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડીના રસ્તા પર ખાડાને કારણે બાઇકચાલકમોરબી રોડ પર રહેતાં સાવનભાઇ હેમતભાઇખાતરાણી (ઉ.વ.૨૪)નું મોત થયું હતું. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે,ગઈ તા 27/1/2023ના રોજ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસેબાઇક સહિત ખાડામાં ખાબકતાં હર્ષ ઠક્કર નામના યુવાનનું મૃત્યુ થયું હતું. ત્યારે વધુ એક બનાવમાં મહાનગરપાલિકાએ આડેધડ ખોદેલા ખાડાને કારણે એક યુવાને જીવ ગુમાવ્યો હતો.
રેલ્વે ફાટક નજીકરાજલક્ષ્મી સોસાયટી મેઇન રોડ પર રાધીકા પાર્ક-૩માં રહેતો મૃતક સાવન કારખાનામાં નાઇટ ડયુટી પુરી કરી પોતાનું હોન્ડા નં. જીજે૦૩કેજે-૧૧૨૮ હંકારીને ઘરે જવાનીકળ્યો ત્યારેખાડોતેના માટે કાળ બની ગયો હતો.કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફનો બ્રીજ ઉતરી આગળજતાં જ રસ્તા પર ખાડા હોઇ તેમાં બાઇકનું વ્હીલ આવી જતાં તેણે બેલેન્સગુમાવ્યું હતું અને સ્લીપ થઇ બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યુ મોત થયું હતું.મૃત્યુ પામનાર યુવાન સાવનભાઇ બે ભાઇમાં મોટોહતો. તેના પત્નિનું નામ પ્રિયાંશીબેન છે. પિતા હયાત ન હોઇ તે પરિવાર માટેઆધારસ્તંભ હતો. આ બનાવ બાદ ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ આ બનાવમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.