સંઘર્ષ અને મુશ્કેલીઓ વચ્ચે ખડૂત પુત્રીની સંગીતની સૂરીલી સફર
રાજકોટમાં સપ્તક સંગીત સંસ્થા ચલાવતા લીલાબેને પરિવારના વિરોધ વચ્ચે પણ સંગીતની આરાધના છોડી નહીં
ખેતરમાં હળ ચલાવનાર લીલાબેન ગુરુ રૂપે અનેક સંગીત પ્રેમી ઓના જીવનમાં ખુશીના સૂર રેલાવી રહ્યા છે.
હાલમાં દરેક ક્ષેત્રમાં જ્યાં જુઓ ત્યાં દીકરા કરતાં દીકરી વધુ આગળ આવી રહી છે અને અનેક સિદ્ધિઓ મેળવીને પ્રગતિનાં પંથે ચાલી રહી છે. આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે, ત્યારે આજે આપણે એક સામાન્ય ખેડૂત પરિવારની પુત્રીની વાત કરવાની છે જેણે પડકારનો સામનો કરી સંગીતની ધૂણી ધખાવી લાંબો સંઘર્ષ કરી નેશનલ એવોર્ડ પણ મેળવ્યા છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દરેડી કુંભાજી ગામના લીલાબેન લાખાભાઈ રાખોલીયા જે હાલ રાજકોટમાં સપ્તક સંગીત સંસ્થા ચલાવે છે. જેમણે પરિવારના વિરોધ વચ્ચે પણ સંગીતની આરાધના છોડી નહીં અને પૈસા મેળવવા લોકોનાં ઘરે કપડાં-વાસણ ધોવાનું કામ પણ કર્યું અને સફળતા મેળવી. લીલાબેનનું જીવન એવું બદલાયું કે, એક સમયે ખેતરમાં હળ ચલાવનાર લીલાબેન આજે સંગીતના વિશારદ બનીને ગુરુ રૂપે અનેક સંગીત પ્રેમી ઓના જીવનમાં ખુશીના સૂર રેલાવી રહ્યા છે. લીલાબેન પટેલનો સંગીત સાથેનો સંબંધ ૩૫ વર્ષ જૂનો છે.
તેમણે પોતાના જીવનમાં સંગીતની સફરમાં અનેક સંઘર્ષ અને મુશ્કેલી સહન કરી છે.
લીલાબેન વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના પિતા લખાભાઈ ખુદ પુત્રી સંગીત શીખે તેના માટે રાજી નહોતા, પરંતુ એમણે આવા અનેક વિપરીત સંજોગમાં ક્યારેય પીછેહઠ કર્યા વગર આગળ વધ્યા અને શાસ્ત્રીય સંગીતમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવ્યો. ગોંડલ તાલુકાનું દરેડી કુંભાજી ગામે ખેડૂત પરિવારની પુત્રી લીલાબેન નાના હતા ત્યારે આખો દિવસ ખેતમજૂરી કરે ત્યારે માંડ ૩૦-૩૫ રૂપિયા રોજ મળે. તે ધોરણ 10 ની પરીક્ષા આપવા પહેલી વખત તાલુકામથક ગોંડલ આવ્યા અને નાના શહેરમાં લોકોનાં સુખ-સુવિધા જોઇ
એને અચરજ થયું અને વિચાર આવ્યો કે ક્યાં આપણુ ગામડાનું પરિશ્રમી જીવન અને ક્યાં આ શહેરોનું આરામદાયક જીવન,ત્યારથી લીલાબેનના મનમાં શહેરના એ વિચાર સતત ઘૂમતા હતા. આ સપનાને સાકાર કરવા શિક્ષણ જરૂરી હતું, પણ ગોંડલ સુધી અભ્યાસ કરવા જવા માટે રોજા ભાડાના રૂપિયા ન હતા. પછી નાનપણમાં લીલાબેનને સંગીતમાં રુચિ લાગી. એ ક્ષેત્રે આગળ વધવા ખૂબ સંઘર્ષ કર્યો શરૂઆતમાં શાળામાં બાલસભામાં પ્રાર્થના ગવડાવવાનું શરૂ કર્યું લીલાબેન જ્યારે 10 ધોરણની પરીક્ષા આપવા ગોંડલ આવ્યા ત્યારે તેમણે કેટલાક વિદ્યાર્થીઓને સંગીતના વર્ગોની ચર્ચા કરતા સાંભળ્યા અને પોતે પણ સંગીત શીખવાનો વિચાર કર્યો. દરેડી કુંભાજી પરીક્ષા આપી પરત આવીને પિતાને વાત પછી પરતું પિતા લાખાભાઈએ ટો સંગીત શીખવા માટે ચોખ્ખી ના પાડી દીધી. છતાં લીલાબેન અભ્યાસ માટે જવાનું કહી પિતાને મનાવ્યા અને થોડા રૂપિયાની બચત કરી ૧૯૮૪માં ગોંડલની મોંઘીબા સ્કૂલના એક સંગીતશિક્ષક પાસે સંગીત શીખવાનું શરૂ કર્યું.
સારો અવાજ અને સંગીત શીખવાની ઉત્કંઠા હોવાથી સંગીત શિક્ષકે લીલાબેનને પ્રોત્સાહન આપ્યું. લીલાબેન સંગીત શિખતા હતા ત્યારે ગોંડલમાં યુવક મહોત્સવનું આયોજન થયું હતું અને યુવક મહોત્સવની એક સ્પર્ધામાં એક વિધાર્થીની ગેરહાજર રહેતા લીલાબેનને રાજકોથી આવેલ સગીત ગુરુ બાબુભાઈ અંધારિયા અને ચંદુભાઈ રાઠોડે તક આપી અને લીલાબેનનો પ્રથમ નંબર આવ્યો પછી તો બાબુભાઈ અને બીજા કલાકારોએ લીલાબેનને સંગીત શીખવા રાજકોટ આવવાનું કહ્યું અને લીલાબેને પોતના પરિવારને સમજાવીને રાજકોટની વાટ પકડી અને સંગીત માટેના પડાવની શરૂઆત રાજકોટથી થઈ રાજકોટ આવ્યા બાદ સંગીતની વિશારદની પદવી મેળવવા માટે લીલાબેન એક હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે અભ્યાસ અને હોસ્ટેલનો ખર્ચ કાઢવા માટે લીલાબેને થોડા સમય માટે કપડાં અને વાસણ ઘોવાનું પણ કામ કર્યું તેમણે પોતાની સંગીતની કારકિર્દીમાં આગળ વધવા અનેક મુશ્કેલી વેઠી અને તે દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો અને એવોર્ડ મેળવી નામના મેળવી.
લીલાબેને એમએ સુધીનો અભ્યાસ કર્યો હોવાથી રાજકોટમાં તેમણે કોટક સ્કૂલ અને બાદમાં રાજકુમાર કોલેજ અને એસએનકેમાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરી બાદમાં તેમણે હજુ આગળ વધવું હતું જેથી વર્ષ 2001માં લીલાબેને સપ્તક મ્યુઝિક એકેડમીની સ્થાપના કરી અને 50 થી 60 વિધાર્થી સાથે શરૂ કરેલી આ સંસ્થા હાલ ઊચી ઉડાન ભરી રહી છે. અને ભારત અને વિદેશના અનેક વિધાર્થીઓ લીલાબેન પાસે સંગીત શીખીને તેમનું નામ રોશન કરી રહ્યા છે. લીલાબેન ફિલ્મો કે સુગમ સંગીત નહિ પરતું શુધ્ધ શાસ્ત્રીય સંગીત શિખડાવે છે. લીલાબેને જે કઈ પ્રસિધ્ધિ મેળવી છે તે માત્ર અને માત્ર સંગીતને આભારી છે.
સપના તૂટયા પણ આશા ન મૂકી
લીલાબેને જ્યારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો અને એવોર્ડ મેળવ્યો ત્યારે લીલાબેનના અખબારમાં ફોટા છપાયા ત્યારે તેમના પિતાને ગામના લોકોએ અખબારમાં ફોટો છપાયાની વાત કરતાં પિતા લાખાભાઈ રાજકોટ આવ્યા અને લીલાબેનને સંગીત શિખડાવનાર શિક્ષકને મળ્યા અને દરેડી કુંભાજી પરત લઈ ગયાના બીજા દિવસે ભાઈને મોકલી લીલાબેનને રાજકોટ થી પરત ગામડે તેડાવી લીધા. લીલાબેન ના પિતા એવું માનતા હતા કે પુત્રી હાર્મોનિયમ વગાડે તો કોઈ તેની સાથે લગ્ન નહિ કરે, આ ઘટનાથી લીલાબેનની સંગીતની સફર અધવચ્ચે અટકી પડી તેમના સપના તૂટતા હોય એવું લાગ્યું કારણ કે લીલાબેન ફરી ગામડે ખેતી કામ કરવા લાગ્યા દોઢ વર્ષ બાદ પિતાનું અવસાન થયું અને બાદમાં 1994માં ઘરની જવાબદારી લીલાબેન ઉપર આવી જેથી લગ્નમાં પણ વિલંબ થયો અંતે લીલાબેન પરિવાર સાથે દરેડી કુંભાજીથી રાજકોટ આવ્યા અને નોકરી કરવાનું નક્કી કર્યું અને સંગીત શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા બાદ પોતાની સંગીત એકેડમી શરૂ કરી રાજકોટમાં ડો. અમૃતલાલ પટેલ સાથે તેમના લગ્ન થયા.