કારમાં બેઠા બાદ ગેસ એજન્સીના સંચાલક અને સ્વિમિંગ બાદ તરવૈયાનું એટેકથી મોત
રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી સ્વિમર સહિત બે વ્યક્તિઓના મોત થયા છે જેમાં રાજકોટના લોકમાન્ય સ્નાનાગારમાં જાણકાર સ્વિમર રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકર (ઉ.વ.60)નું હૃદયરોગનાં જીવલેણ એટેકથી મોત થયુ હતુંલક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતા અને નિયમિત રેસકોર્સના સ્નાનાગારમાં ન્હાવા જતા રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકર સવારે સ્વિમિંગ પુલમાં ન્હાવા પડયા હતા અને સ્વિમિંગ કર્યા બાદ તેને છાતીમાં દુ:ખાવો થતા તેઓ પાળી પર બેસી જતા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું.
બીજા બનાવમાં કાલાવડ રોડ પર પુષ્કરધામમાં રહેતાં ગેસ એજન્સીના સંચાલકઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૪૯) ઘરે હતાંત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં પોતાની કાર લઇને કાલાવડ રોડ પરક્લીનીકમાં દવા લેવા ગયા હતાં. દવા લઇને પરત કારમાં બેઠા ત્યાં જ બેભાનથઇ જતાં કારમાં મૃત્યુ થયું હતું.