અટીકામાં 19 વર્ષીય યુવક અને મવડીમાં મહિલાનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં બે હાર્ટ એટેકના બનાવો સામે આવ્યા છે.જેમાં અટીકામાં સ્ક્રેપના ડેલા ખાતે ખુરશીમાં યુવક બેઠો હતો.તેનું અને મવડીમાં મહિલાનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજયુ છે.પ્રથમ બનાવમાં જંગલેશ્વર ગોકુલનગર-૩માં રહેતો નાઝીમ સમસુદ્દીનભાઈ અસારી (ઉ.વ.૧૯) ગઇકાલ સવારે દસેક વાગ્યે અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પોતાના પિતાના સમ્સ સ્ટીલ કોર્પોરેશન નામના સ્ક્રેપના ડેલા ખાતે ખુરશીમાં બેઠો હતો.ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ મામલે ભક્તિનગર પોલીસને તપાસ કરતાં તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃત્યુ પામનાર નાઝીમ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો. તેણે ધો.12 સુધી અભ્યાસ કર્યો હતો.
બીજા બનાવમાં મવડીના ઉદયનગરમાં રહેતા ભાવનાબેન ચંપકભાઈ નિમાવત (ઉ.વ.50)ના મહિલા ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવતા અચાનક બેભાન થઇ ઢળી પડતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે અને પતિ ચંપકભાઈ કારખાનામાં કામ કરે છે.