રાજકોટના જેલર જાડેજા સહિત ૯ Dy.SP-ACP નિવૃત્ત
ચાલું વર્ષે વધુ ૬ નિવૃત્ત થશે: આવતાં વર્ષે ટ્રાફિક એસીપી-રાજકોટ જે.બી.ગઢવી, SMCના ડીવાયએસપી કે.ટી.કામરિયા સહિતના ૨૦ અધિકારીઓ નિવૃત્તિ લેશે
રાજ્ય પોલીસ બેડામાં ચાલું વર્ષે નિવૃત્તિની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠી હોય તેમ જૂન મહિના દરમિયાન એક સાથે ૯ ડીવાયએસપી-એસીપી નિવૃત્ત થયા છે. જ્યારે ૨૦૨૪નું વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધીમાં વધુ ૬ અધિકારીઓ નિવૃત્ત થવાના છે. જે અધિકારીઓ જૂન મહિનામાં નિવૃત્ત થયા છે જેમાં રાજકોટ મધ્યસ્થ જેલના જેલર એ.પી.જાડેજા ઉપરાંત જે.જે.ચૌધરી, બી.એસ.જાદવ, કે.જે.ચૌધરી, એચ.એસ.રત્નુ, બી.એસ.રબારી, એચ.બી.વોરા, પી.એસ.વલવી અને જે.કે.ઝાલા સમાવિષ્ટ છે.
આ ઉપરાંત ચાલું વર્ષે જે એસીપી-ડીવાયએસપી નિવૃત્ત થયા છે તેમાં એમ.એમ.પરમાર, ડી.એસ.ચૌહાણ, જે.ટી.સોનારા, પી.એચ.ચૌધરી, આર.પી.ઝાલા અને એ.આર.ઝણકાતનો સમાવેશ થાય છે.
જ્યારે આવતાં વર્ષે એટલે કે ૨૦૨૫ના ફેબ્રુઆરીથી લઈ ડિસેમ્બર સુધીમાં વધુ ૨૦ ડીવાયએસપી-એસીપી નિવૃત્ત થશે. આ અધિકારીઓમાં રાજકોટના એસીપી (ટ્રાફિક) જે.બી.ગઢવી ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા સામેલ છે. જે.બી.ગઢવી આવતાં વર્ષે ૩૧-૩-૨૦૨૫ના નિવૃત્ત થશે જ્યારે કે.ટી.કામરિયા ૩૧-૫-૨૦૨૫ના નિવૃત્ત થશે. આ ઉપરાંત અન્ય અધિકારીઓમાં વી.એન.પટેલ, એસ.જી.રાણા, બી.એચ.ચાવડા, એન.એલ.દેસાઈ, એ.આર.પટેલ, એમ.બી.વ્યાસ, બી.એમ.ચૌધરી, એ.એમ.દેસાઈ, વી.આર.પટેલ, પી.જી.જાડેજા, રાજકોટના પૂર્વ એસીપી પી.કે.દિયોરા, એસ.એમ.ધાંધલ, કે.બી.ચુડાસમા, પી.એચ.ભેસાણીયા, એન.વી.પટેલ, આર.ડી.જાડેજા, ડી.ડી.ચૌધરી અને ડી.એસ.પટેલ ૨૦૨૫માં નિવૃત્ત થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.