ઓક્ટોબરમાં રાજ્યના 72 લાખ રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડ નહીં મળે
97 ટકા વિતરણ થાય તો જ કમિશનનો ફતવો પાછો નહીં ખેંચાય તો
સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા મહિને 20 હજાર કમિશનને લઈ લડતના મંડાણ
રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાઓ 97 ટકા વિતરણ કરે તો જ મહિને રૂપિયા 20 હજાર કમિશન એવું તેવો નિર્ણય કર્યો છે ત્યારે મોટાભાગના રેશનકાર્ડ ધારકોને કમિશનથી વંચિત રહેવું પડતું હોવાથી આગામી ઓક્ટોબર માસમાં એક પણ સસ્તા અનાજના વિક્રેતાઓ પરમીટ જનરેટ કરી માલ નહીં ઉપાડવા જાહેરાત કરતા આગામી મહિને ગરીબ પરિવારોને રાશન મળવા સામે પ્રશ્નાર્થ ખડા થયા છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓ ખૂબ જ નજીવા કમિશનથી કામ કરી રહ્યા છે આ કમિશનથી દુકાન ચલાવવી તથા પોતાનું ઘર ચલાવવું એ લગભગ શક્ય નથી. ત્રણ વર્ષ પહેલા વેપારીઓ દ્વારા મિનિમમ 20,000 રૂપિયા કમિશન મેળવવા માટે માંગણી કરવામાં આવી હતી આ માંગણીને લઈ અનેક વખત આવેદનો રજૂઆતો અને લડતો પણ કરવામાં આવી છે ત્યારબાદ સપ્ટેમ્બર 2023 ના રોજ સરકાર દ્વારા વેપારી ભાઈઓને મિનિમમ 20,000 કમિશન મળે એવો પરિપત્ર કર્યો હતો પરંતુ વીસ હજાર રુપિયા કમિશન મેળવવા માટે 97 ટકા વિતરણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું જે ખૂબ જ અન્યાયી હોવાથી સરકારે આવી અન્યાયકારી શરતો દૂર કરવા રજુઆત કરવા છતાં સરકારે પગલાં ભર્યા નથી.
વધુમાં ગુજરાત રાજ્યના વેપારીઓના બે સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન તથા ગુજરાત ફેર પ્રાઈઝ સોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા ફરીથી નવેસરથી ચળવળ ચલાવવા માટે નક્કી કરવામાં આવ્યું છે અને બન્ને એસોસિએશનના પ્રમુખ દ્વારા આવનારા ઓક્ટોબર માસ માટે ગુજરાત રાજ્યના કોઈ પણ વેપારી ભાઈઓએ પરમિટ જનરેટ ન કરવી ચલણ જનરેટ ન કરવા નાણાનુ ચૂકવણુ ન કરવુ એવો નિર્ણય કરવામાં આવ્યો છે આ માટે વ્યવસ્થિત કાર્યક્રમ ઘડીને તાલુકા તથા જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ આવેદનો આપવામાં આવશે.વેપારીઓના આ નિર્ણયને કારણે આગામી માસે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાની સાથે રેશનકાર્ડ ધારકોને રેશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.