કોડીનાર, જૂનાગઢ, ટંકારામાં 3 ઈંચ, ગોંડલમાં અઢી ઈંચ વરસાદ
રાજકોટમાં બે કલાકમાં અડધો ઈંચ : ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 66 તાલુકાઓમાં વરસાદ
રાજકોટ : હવામાન વિભાગની આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે રાજ્યના 66 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસ્યો હતો સાથે જ જૂનાગઢ અને મોરબીના ટંકારામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો જયારે જેતપુરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો જયારે રાજકોટમાં બપોરે 3થી 5 વાગ્યાના અરસામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ બુધવારે રાજ્યના 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં ગીર સોમનાથના કોડીનારમાં 78 મીમી, જૂનાગઢમાં 71 મીમી,મોરબીના ટંકારામાં 69મીમી,રાજકોટના ગોંડલમાં 67મીમી,જેતપુરમાં 49 મીમી,બનાસકાંઠાના દાંતામાં 58 મીમી, સુત્રાપાડામાં મીમી, પાટણ વેરાવળમાં 32 મીમી, જામનગરના કાલાવડમાં 42 મીમી,મેંદરડામાં 42 મીમી, સાબરકાંઠાના ઇડરમાં 31મીમી, મોરવા હડફમાં 29 મીમી, સુરતના ઉમરપાડામાં 29મીમી, જૂનાગઢના માંગરોળમાં 28 મીમી, બનાસકાંઠાના દિયોદરમાં 20મીમી, જૂનાગઢના વંથલીમાં 20 મીમી, અને માળીયા હાટીના અને તાલાળામાં 20 મીમી તેમજ રાજકોટમાં બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધીમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો.