Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝરાજકોટ

હોસ્ટેલની બેદરકારીથી દમ તોડતી 10 વર્ષની આયુષી: 15 દિવસ બીમારી છુપાવી

Thu, June 25 2026

ભવિષ્યના સપના સાથે એપ્રિલમાં દાખલ કરેલી 10 વર્ષની દીકરી આયુષીનો મૃતદેહ જૂનમાં આવ્યો. રાજકોટના જસદણ ખાતેની ‘આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર’ હોસ્ટેલની બેદરકારીએ માતા-પિતાની ગોદ સુની કરી દીધી. ભાવનગરની આયુષી 15 દિવસથી તાવ-અછબડાથી પીડાતી હતી, પણ હોસ્ટેલ સંચાલકોએ પરિવારને જાણ કરવાને બદલે બીમારી છુપાવી. 24 જૂને હાલત ગંભીર થતાં ઉતાવળે રાજકોટ સિવિલ દોડાવાઈ, પણ પિતા પહોંચે તે પહેલા ડોક્ટરોએ મોત જાહેર કરી દીધું. “કડક નિયમો”ના નામે 2 મહિનાથી માતા-પિતાને ફોન પર વાત પણ ન કરવા દેવાઈ. આજે પરિવાર ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે.

ત્યારે સમગ્ર મામલે આલ્ફા ટ્રેનિંગ સેન્ટર અને હોસ્ટેલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે. ભાવનગરની 9 વર્ષની આયુષીનું એપ્રિલ મહિનામાં અહીં એડમિશન કરાવવામાં આવ્યું હતું. પરિવારના આક્ષેપ મુજબ બાળકી બીમાર હોવા છતાં તેની જાણ માતા-પિતાને કરવામાં આવી નહોતી. અચાનક તબિયત વધુ લથડતા પરિવારને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચવા જણાવાયું હતું, પરંતુ ત્યાં પહોંચતા આયુષીનું મોત થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાએ ટ્રેનિંગ સેન્ટર અને હોસ્ટેલના સંચાલન સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હવે આ મામલે શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર મંડાઈ છે.

આ પણ વાંચો: સોનાનો સપાટો, ચાંદીનો કડાકો: 3 દિવસમાં સોનું 7500 અને ચાંદી 11,300 તૂટી

એડમિશનથી મોત સુધીની દાસ્તાન 

ભાવનગરના વતની આયુષીના પિતાએ એપ્રિલ 2026માં સૈનિક અને નવોદય સ્કૂલની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે દીકરીને આલ્ફા હોસ્ટેલમાં દાખલ કરી હતી. ધોરણ-5માં ભણતી આયુષીને શિસ્ત અને કડક નિયમોના નામે છેલ્લા 2 મહિનાથી માતા-પિતા સાથે ફોન પર વાત પણ કરવા દેવામાં આવતી ન હતી. આ જ નિયમોની આડમાં હોસ્ટેલે 15 દિવસ સુધી બાળકીની બીમારી પરિવારથી છુપાવી રાખી.

બીમારી છુપાવી, સારવાર વગર મોત 

પરિવારના આક્ષેપ મુજબ આયુષી છેલ્લા 2 અઠવાડિયાથી તાવ અને અછબડાથી પીડાતી હતી. છતાં સંચાલકોએ ન તો યોગ્ય ડોક્ટર પાસે સારવાર કરાવી કે ન પરિવારને જાણ કરી. 24 જૂન 2026ની બપોરે જ્યારે તબિયત એકદમ લથડી ગઈ ત્યારે જ ઉતાવળે પહેલા જસદણની હોસ્પિટલ અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. પિતા સિવિલ પહોંચે તે પહેલા જ ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કરી દીધી.

પરિવારનો આક્રોશ અને પોલીસ તપાસ 

પિતાને માત્ર એક જ ફોન આવ્યો – “તમારી દીકરીની તબિયત ખરાબ છે, સિવિલ હોસ્પિટલ પહોંચો”. હોસ્પિટલ પહોંચીને દીકરીનો મૃતદેહ જોઈ પરિવાર તૂટી પડ્યો. પરિવારે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે હોસ્ટેલ પ્રશાસનની ગુનાહિત બેદરકારી અને બીમારી છુપાવવાના કારણે જ આયુષીનો જીવ ગયો. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની તેમની જીદ છે અને સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

હાલ પોસ્ટમોર્ટમ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાએ જસદણની તમામ હોસ્ટેલો અને કોચિંગ સેન્ટરોના સંચાલન પર મોટા સવાલ ઉભા કર્યા છે. બાળકોને ભણાવવા મોકલીએ છીએ કે જીવ જોખમમાં મૂકવા? હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

Tags:

AwarenessCampaignChildRightsChildSafetyEducationForAllHealthAwarenessHostelNegligenceJusticeForKidsMentalHealthMattersNeglectedChildrenPreventableTragediesProtectOurChildrenSpeakUpForKidsTragicLossYouthAdvocacy

Share Article

Other Articles

Previous

દિલ્હી-દુબઈનું 1 લાખનું ભાડું 1.25 લાખે પહોંચશે

Next

સોનાનો સપાટો, ચાંદીનો કડાકો: 3 દિવસમાં સોનું 7500 અને ચાંદી 11,300 તૂટી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હી-દુબઈનું 1 લાખનું ભાડું 1.25 લાખે પહોંચશે
45 સેકન્ડ પહેલા
હોસ્ટેલની બેદરકારીથી દમ તોડતી 10 વર્ષની આયુષી: 15 દિવસ બીમારી છુપાવી
1 કલાક પહેલા
સોનાનો સપાટો, ચાંદીનો કડાકો: 3 દિવસમાં સોનું 7500 અને ચાંદી 11,300 તૂટી
2 કલાક પહેલા
ભારત થી નેપાળ અને વેનેઝુએલા થી જાપાન સુધીની ધરતી ધ્રુજી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3158 Posts

Related Posts

દેશના અર્થતંત્ર વિષે વર્લ્ડ બેન્કે શું કહ્યું ? કેવો રિપોર્ટ આપ્યો ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ખંભાતની GIDCમાં ગુજરાત ATSના દરોડા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : આર્થિક ભીંસથી કંટાળી પટેલ કારખાનેદારનો ફાંસો ખાઈ આપઘાત
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારત ઊપર કરજ કેટલું ? શું છે આંકડો ?
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર