રાજકોટ જિલ્લાના 33 મહેસુલી કલાર્કની બદલી
- ચૂંટણી હવાલે રહેલા 21 તેમજ અન્ય 12 કલાર્કની બદલીના હુકમો
રાજકોટ : રાજકોટ જિલ્લામાં જુદી -જુદી મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા તેમજ જિલ્લા કલેકટર કચેરીમાં ફરજ બજાવતા 33 મહેસુલી કલાર્કની બદલી કરવામાં આવી છે, બદલી હુકમ અન્વયે લોકસભા ચૂંટણી હવાલે રહેલા 21 કારકૂનોને તેમના મૂળ સ્થાને મૂકી 12 કલાર્કની અન્યત્ર ફેરબદલ કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર દ્વારા લાંબા સમય બાદ કારકુનોની બદલી કરવામાં આવી છે જેમાં લોકસભા ચૂંટણીના હવાલે રહેલા કારકૂનોને મૂળ સ્થાને લેવાની સાથે અલગ -અલગ મામલતદાર કચેરી તેમજ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કારકુનને ફેરબદલ કરવામાં આવ્યા છે, બદલી હુકમ અન્વયે અજય ઉંધાડ, બ્રિજરાજસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, હેમાંગ કુમાર ધોરિયાણી, અલ્તાફ ડાકોરા, હાર્દિક મંઢ, મિત્તલ પરમાર, જુલી કાકડિયા સહિતના કારકુનની બદલી કરવામાં આવી છે.