મોદી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને લાફા મારી કાનનો પડદો ફાડી નાખ્યો
રાજકોટમાં પીવી મોદીના શિક્ષકનું જુદુ જ સ્વરૂપ સામે આવ્યું છે.એકબીજા સાથે મજાક મસ્તી કરતાં વિદ્યાર્થીઓને હસતાં જોઈ શિક્ષકે પોતાનો પીતો ગુમાવ્યો હતો અને તેના પર હાથ સાફ કર્યા હતા. અને એક વિદ્યાર્થીને ત્રણ-ચાર લાફા મારતા તેનો કાનનો પડદો ફાટી ગયો હતો. જેથી તે વિદ્યાર્થીને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે વાલીઓએ આ શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂકવા માંગ કરી છે.
મજાક મસ્તી કરતાં વિદ્યાર્થીઓને હસતાં જોઈ શિક્ષકે પીતો ગુમાવી તમાચાવાળી કરી : હાથ ઉપાડનાર શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂકવા વાલીઓની માંગ
મળતી માહિતી મુજબ જાણવા મળતી વિગતો મુજબ, પુષ્કરધામ સોસાયટીમાં રહેતો અને ઇન્દ્રપ્રસ્થનગર પાસે પી.વી. મોદી સ્કૂલમાં ધો. ૧૨માં અભ્યાસ કરનાર કેલિસ મનોજભાઈ સુરેજા (ઉ.વ ૧૭) નામનો વિદ્યાર્થી ગઇકાલે સ્કૂલમાં હતો ત્યારે રિસેસ સમયે તે અન્ય વિદ્યાર્થી સાથે મજાક મશ્કરી કરતો હોય દરમિયાન શિક્ષક દીપેશે બંને વિદ્યાર્થીને મારમાર્યો હતો.જેમાં કેલીસને બે તમાચા મારી દીધા હતા જેથી તેને કાનમાં દુ:ખાવો થવા લાગ્યો હોય માટે તે ઘરે ચાલ્યો ગયો હતો અને માતા પિતાને આ અંગે વાત કરી હતો.ત્યારબાદ આ વિદ્યાર્થીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહી તબીબે નિદાન કરતા વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હોવાનું માલુમ પડયુ હતું. વિદ્યાર્થી એક ભાઇ એક બહેનના પરિવારમાં મોટો હોવાનું અને તેના પિતા કેબલ કનેકસનના ધંધાર્થી હોવાનું માલુમ પડયું છે. નજીવી બાબતે વિદ્યાર્થીને તમાચા ઝીંકી દેવાના શિક્ષકના આ પગલાથી વિદ્યાર્થીના માતા-પિતા રોષે ભરાયા હતા. અને આ ગરમ મિજાજી શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂકવા માટે માંગ કરી છે.
