માતાની સારવાર માટે ગીરવે મૂકવા રાખેલા રૂ.3.12 લાખના દાગીનાની ચોરી
જલજીત સોસાયટીમાં મહિલા વેપારીના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. પોલીસના કહેવાતા પેટ્રોલીંગ છતાં તસ્કરો નિર્ભય પૂર્વક ચોરી કરી પોલીસને પણ પડકાર ફેકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં વધુએક ચોરીની ઘટના બની છે જેમાં જલજીત સોસાયટી મહિલા વેપારીના મકાન માંથી તસ્કરોએ રૂ.3.12 લાખની મતા ચોરી ગયા હતા.
ગોકુલધામ મેઈન રોડ પર જલજીત સોસાયટી શેરી નં.5 માં રહેતાં અને ઘરેથી ડેનીલ સીલેકસ નામની લેડીઝ તથા ચીલ્ડ્રનવેરની વસ્તુનું વેપાર કરતાં ભાવનાબેન ધનજીભાઇ સરવૈયાના પતિ તેનાથી અલગ અલગ સુરત તેના માતા સાથે રહે છે. ગઇ તા.11/10/2023 ના તેમના માતાની તબીયત નાદુરસ્ત હોય કોઠારીયા સોલ્વન્ટ રહેતાં તેમના નાના ભાઇ અને ભાભી ઘરે મદદ માટે તેડાવેલ સાથે માતાની સારવારના ખર્ચ માટે ભાઇ તેની સાથે સોના ચાંદીના ઘરેણા મુથુટ ફાઇનાન્સમાં ગીરવી મુકવા હોય તે સાથે લાવ્યા હતા તા.13/10/2023 ના રોજ તેમની માતાનું સારવાર દરમ્યાન અવસાન થયું હતું. જેમની અંતીમ વીધી માટે કોઠારીયા તેમના ભાઇના ઘરે બધા જતા રહેલ હતાં. ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા હતા અને રોકડ અને દાગીના મળી કુલ રૂ. 3.12 લાખની મતા ચોરી ગયા હતા. બનાવની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પંખાના પંખીયા બનાવતી કંપની માંથી રૂ. 1.89 લાખની ચોરી
ગોંડલ નજીક આવેલ સડક પીપળીયામાં આવેલ સિલિંગ પંખાના પંખીયા બનાવતી કાવ્યમ એનર્જી કંપનીમાંથી તેના પૂર્વ કર્મચારી, તેના ભાઈ અને અને તેના સાળા સાથે મળી રૂ.1.89 લાખના પંખાના પંખીયાની ચોરી કરી નાસી છૂટ્યાની રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ પર ઉમિયા ચોક હિમાલય સોસાયટીમાં રહેતાં પ્રોડક્શન મેનેજર કિશનભાઇ રતીલાલભાઇ સાવલીયાએ ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદમાં નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે બગસરાના હસન હારૂન શેખ અને રાજકોટના ફેજાન હારૂન શેખ અને અવેશનું નામ આપ્યું છે. ગોડાઉનમાંથી રૂ.1.89 લાખના 7000 નંગ એલ્યુમીનીયમના સીલીંગ પંખાના પાખીયાની ચોરી થઈ હોય આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા પૂર્વ કર્મચારીની સંડોવણી ખૂલી હતી જેથી તેમનો સંપર્ક કરતાં ભૂલ થઇ ગઇ હોવાનું કહી મુદ્દમાલ પરત આપવાની વાત કરી હતી પરતું ચોરીનો મુદ્દામાલ પરત નહિ આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.