પિતાએ અભ્યાસ છોડવાનું કહેતા પુત્રીએ દુનિયા છોડી દીધી
રાજકોટના મહિલા કોલેજમ અભ્યાસ કરતી કારખાનેદારની પુત્રીનો આપઘાત
રાજકોટ. તા.૦૭
રાજકોટની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કોલેજિયન યુવતીને રમ ભાડે રાખી એકલું રહેવા બાબતે પિતાએ ના પાડી કોલેજીયન પુત્રીને રાજકોટ એકલું રહીંને અભ્યાસ નથી કરવો અથવા અભ્યાસ છોડી દેવાનું કહેતાં પુત્રી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
રાજકટના મહિલા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મેટોડામાં રહેતાં મહેશભાઈ વેકરિયાની પુત્રી ઋષિતા (ઉ.વ.૧૮) એ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો કરી લીધો હતો પોલીસ તાપમાં જાણવા મળ્યું કે મૃતક ઋષિતાના પિતા મહેશભાઈ મેટોડામાં ફેબ્રિકેશનનું કારખાનું ધરાવે છે. કોલેજના પ્રથમ વર્ષમાં આવેલ ઋષિતાએ રાજકોટમાં આવેલ મહિલા કોલેજમાં એડમિશન લીધું હતું અને અહીં રૂમ ભાડે રાખીને એકલી રહેતી હતી. એક માસ બાદ તેના પિતાએ રૂમ રાખી એકલું નથી રહેવું, ત્યાં રહેતાં ફઈ સાથે રહેવાનું કહ્યું હતું. જે યુવતીએ ના માનતા બે દિવસ પહેલાં તેને અભ્યાસ છોડવાનું કહીં ઘરે લઈ આવ્યાં હતાં. જેનું માઠું લાગી આવતાં અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક બે ભાઈ-બહેનમાં મોટી હતી. એક ની એક પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.