ભાવનગરમાં એમબીબીએસના છાત્રનું હાર્ટ એટેકથી મોત
નાની વયે હાર્ટ અટેકથી મોતના સિલસિલો યથાવત:20 વર્ષના આશાસ્પદ યુવક ધબકાર ચૂકી ગયો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજ્યમાં નાનીવયના યુવાનોમાં હાર્ટએટેકના વધી રહેલા કિસ્સામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ એક થી ત્રણ હાર્ટ અટેકના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં 20 વર્ષિય મેડિકલ વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ભાવનગર મેડિકલ કોલેજના અભ્યાસ કરતાં 20 વર્ષિય વિદ્યાર્થી જીગર ચૌધરીને હાર્ટ અટેક આવતા મોત નીપજયું છે. જીગર ચૌધરી નામનો યુવક એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જીગર ચૌધરી નામના વિદ્યાર્થિને ઊંઘમાં જ હાર્ટ અટેક આવ્યો હતો. જીગર મોડી રાત્રે પોતાના નિત્યક્રમ મુજબ સૂઈ ગયો હતો ઊંઘમાં જ તેમને અટેક આવી જતાં તેનું મોત થયું હતું. અચાનક યુવકના મોતથી કોલેજ સહિત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે