નિર્ધારિત સમયમાં ચૂંટણી નહીં થતાં વર્લ્ડ રેસલિંગે આકરું પગલું ભર્યું
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નું સભ્યપદ રદ
ભારતના કુસ્તી પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એક પત્ર લખીને કહ્યું હતું કે જો આગામી 45 દિવસમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી નહીં થાય, તો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સ્થગિત કરી દેશે.
ભારતીય મહિલા કુસ્તીબાજોના બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને પગલે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પદાધિકારીઓને સસ્પેન્ડ કરીને ADHOC સમિતિની રચના કરી હતી. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમએમ કુમારને કુસ્તી મહાસંઘની નવી ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.