- દિલ્હીમાં ઇડીના અધિકારીનો આપઘાત
- આલોકકુમાર રંજન સામે લાંચ લીધાનો આરોપ હતો, તપાસ ચાલુ હતી
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
અત્યારે દેશમાં ઇડીનું નામ સાંભળીને ભલભલા ટેન્શનમાં આવી જાય છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં તેહનાત એક ઓફિસરે આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇડી ઓફિસર આલોક કુમાર રંજનએ આપઘાત કરી લેતાં એમના પરિવારમાં આક્રંદ છવાયું હતું. તેમનો મૃતદેહ એક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો.
આલોકકુમાર કથિત ભ્રષ્ટાચાર સાથે સબંધિત એક કેસમાં ઇડી અને સીબીઆઇની તપાસના દાયરામાં હતો. ઇડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહની 50 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં સીબીઆઈએ 7 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી.
આ દરમિયાન સીબીઆઈએ કહ્યું હતું કે, એક ફરિયાદીએ દાવો કર્યો છે કે, સંદીપ સિંહે તેના દીકરાની ધરપકડ ન કરવા બદલ 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. સીબીઆઈએ સંદીપને 50 લાખ રૂપિયાની લાંચ લેતા દિલ્હીના લાજપત નગરથી ધરપકડ કરી હતી.
આરોપ છે કે, સંદીપ સિંહ મુંબઈના એક જ્વેલર પાસેથી પૈસા લઈ રહ્યો હતો. આ જ જ્વેલરને ત્યાં ઇડીએ દરોડા પાડ્યા હતા, જ્યારે સંદીપ એ ટીમનો હિસ્સો હતો. એફઆરઆઇમાં સંદીપ સિંહને આરોપી બનાવવામાં આવ્યો હતો અને એ જ રીતે ઓફિસર આલોક કુમાર રંજનનું પણ તેમાં નામ હતું.