આપના ધારાસભ્યને ઈડી ક્યાંથી ઊપાડી ગઈ ? .. .. વાંચો
પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી હતી. ઈડીએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી હતી.
જસવંત સિંહની જાલંધર લઈ જઈને પૂછપરછ થઈ હતી. ગજ્જન મલેરકોટલા પાસે એક બેઠકમાં હતા, તે દરમિયાન અટકાયત કરી હતી. ગજ્જને બેંક સાથે કથિત 40 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે અને આ બારામાં તપાસ આગળ ધપી છે. જો કે આ કેસ ખૂબ જ જૂનો છે અને તેઓ આપમાં નહતા ત્યારનો આ મામલો છે.
અગાઉ ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. ઈડીના અધિકારીઓએ લગભગ 14 કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન માજરાએ જણાવ્યું હતું કે, ઈડીની ટીમ તેમના નિવાસસ્થાનેથી 32 લાખ રોકડ અને 3 મોબાઈલ ફોન સાથે લઈ ગઈ છે.