Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હાર્ટ પર ‘એટેક’ વચ્ચે રાજકોટમાં વાઈ-પેરેલીસીસ-આઘાતમાં સરી પડવાના કેસમાં ગજબ ઉછાળો

Tue, November 7 2023

હૃદયરોગની સાથે સાથે અન્ય બીમારીએ પણ માથું ઉંચકતાં નવી ચિંતા


ઑક્ટોબર મહિનામાં ૧૦૮ને પેટમાં દુ:ખાવાના ૩૫૬, શ્વાસ લેવામાં તકલીફના ૨૮૧, હાર્ટએટેકના ૩૬૮, વાઈના ૧૧૯, ઝેર પી લીધાના ૮૩, માનસિક હાલત ખરાબ થયાના ૧૧, પેરેલાઈઝ થઈ ગયાના ૬૬, આઘાતમાં સરી પડ્યાના ૪૯૪ કોલ મળ્યા

ગત વર્ષના ઑક્ટોબરની તુલનાએ આ વર્ષે હાર્ટએટેકના કોલમાં ૧૬૫નો વધારો: શહેરની સાથે જિલ્લામાં પણ કેસમાં વધારો: શહેરમાં અલગ-અલગ બીમારી લગત ૩૯૪૦ કોલને કારણે આખો મહિનો ૧૦૮ દોડતી જ રહી

રાજકોટ સહિત આખા ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા હાહાકાર મચાવી રહ્યા છે. લોકો અત્યારે હાર્ટએટેકથી એટલા ડરી ગયા છે કે ચાર લોકો આ વિશે ચર્ચા કરતા હોય એટલે ચારમાંથી એક વ્યક્તિ તો છાતી પર હાથ મુકી દેવા મજબૂર બની જ જાય છે !! આ મુદ્દે સરકારની સાથે સાથે નામાંકિત તબીબો પણ ચિંતીત છે અને હાર્ટએટેક માટે અટકાયતી પગલાં લેવા માટે વિવિધ સુચનો આપવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અન્ય રોગની સંખ્યામાં પણ એટલો જ ઉછાળો જોવા મળી રહ્યો છે તે અત્યંત ચિંતાજનક છે. આ રોગચાળામાં પેરેલીસીસ-વાઈ આવવી-આઘાતમાં સરી પડવા સહિતના રોગ સામેલ છે. દર્દીઓને સમયસર હોસ્પિટલે પહોંચવા માટે હંમેશા એલર્ટ’ રહેતી ૧૦૮ પાસેથી પ્રાપ્ત આંકડા પ્રમાણે ઑક્ટોબર મહિનામાં આ ઈમરજન્સી સેવાને શ્વાસ લેવામાં તકલીફના ૨૮૧, પેટમાં દુ:ખાવાના ૩૫૬, પેરેલાઈઝ થઈ ગયાના ૬૬, ઝેર પી લીધાંના ૮૩, વાઈના ૧૧૯, માનસિક હાલત ખરાબ થઈ ગયાના ૧૧ તેમજ આઘાતમાં સરી પડ્યાના ૪૯૪ કોલ મળ્યા છે.


જ્યારે હાર્ટએટેકની વાત કરવામાં આવે તો ઑક્ટોબરમાં કુલ ૩૬૮ કોલ શહેરમાંથી મળ્યા છે જે ગત વર્ષના ઑક્ટોબરની તુલનાએ ૧૬૫ વધુ છે. એકંદરે ઑક્ટોબર મહિનામાં વિવિધ બીમારીને લગત ૩૯૪૦ કોલ મળ્યા છે. આ જ આંકડો ૨૦૨૨-ઑક્ટોબરમાં ૩૩૯૩ તો ૨૦૨૧-ઑક્ટોબરમાં ૩૧૨૨ હતો જેમાં આ વર્ષે ઉછાળો નોંધાયો છે એટલા માટે સરળ શબ્દોમાં એક કહી શકાય કે આખો મહિનો શહેરમાં ૧૦૮ની ધણધણાટી યથાવત જ રહેવા પામી છે.

ડેંગ્યુ-મેલેરિયા-ચિકનગુનિયાના કેસે લોકોને હાય તૌબા' કરાવી દીધા રાજકોટમાં છેલ્લા બે મહિનાથી ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના રોગચાળાએ પણ માથું ઉંચક્યું હોય લોકો રીતસરનાહાય તૌબા’ કરી ગયા છે. મહાપાલિકા દ્વારા દર સપ્તાહે જાહેર કરવામાં આવતાં રોગચાળાના આંકડા આ વાતની ગવાહી પૂરી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે તંત્ર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવે છે તે માત્ર સરકારી હોસ્પિટલ તેમજ અમુક ગણીગાંઠી પ્રાઈવેટ હોસ્પિટલો પાસેથી જ એકઠા કરવામાં આવ્યા હોય છે ત્યારે જો તમામ હોસ્પિટલો-દવાખાના પાસેથી રોગચાળાનો આંકડો લેવામાં આવે તો તે આકાશને આંબી જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ડાયાબીટીસને લગત તકલીફના ઑક્ટોબરમાં ૯૮ કોલ
૧૦૮ને ચાલું વર્ષે ઑક્ટોબર મહિનામાં ડાયાબીટીસને લગત તકલીફના કુલ ૯૮ કોલ મળ્યા છે. આ આંકડો ગત વર્ષના ઑક્ટોબરમાં ૫૮ તો ૨૦૨૧ના ઑક્ટોબરમાં ૭૫ હોવાનું જાણવા મળી રહ્યું છે. એ વાત નોંધવી રહી કે રાજકોટમાં ડાયાબીટીક દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે એટલા માટે તેને લઈને વિવિધ પ્રકારની બીમારીઓ પણ વધવા લાગી છે જે વાત પણ ગંભીર જ ગણવી રહી.

પોતાને શું થયું છે તેની ખબર જ ન હોય તેવા ૭૦૯ દર્દી !!
૧૦૮ને ઑક્ટોબર મહિનામાં ૭૦૯ એવા કોલ આવ્યા છે જેમને શું થયું છે તેની ખબર જ ન્હોતી પડી ! એકંદરે ફોન આવ્યા બાદ ૧૦૮નો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પ્રારંભીક પૂછપરછ કરતાં દર્દીને શું થઈ રહ્યું છે તેનો ખુલાસો થઈ શક્યો ન્હોતો. જો કે સ્થિતિ પામી જઈ ૧૦૮ દ્વારા તાત્કાલિક આ તમામ દર્દીઓને કાં તો હોસ્પિટલે કાં તો સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.

ઑક્ટોબર-૨૦૨૩માં ૧૦૮ને કઈ બીમારીના કેટલા કોલ મળ્યા
પેટમાં દુ:ખાવો – ૩૫૬
માનસિક સ્થિતિ ખરાબ – ૧૧
શ્વાસ લેવામાં તકલીફ – ૨૮૧
કાર્ડિયાક (હાર્ટએટેક) – ૩૬૮
વાઈ – ૧૧૯
ડાયાબીટીક પ્રોબ્લેમ – ૯૮
સખત તાવ – ૨૯૩
ઝેર પીધાંના – ૮૩
ગર્ભ સંબંધિત – ૬૦૬
માથામાં અસહ્ય દુ:ખાવો – ૭
પેરેલીસીસ – ૬૬
આઘાત – ૪૯૪

Share Article

Other Articles

Previous

સર્વેશ્વર ચોક ઘટના મામલે મનપા કચેરી ગજવનારા કોંગ્રેસ નેતાઓની અટકાયત

Next

આપના ધારાસભ્યને ઈડી ક્યાંથી ઊપાડી ગઈ ? .. .. વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું વધુ એક દુર્ઘટનાની જોવાતી હતી રાહ!? રાજકોટના કેસરી હિન્દ પુલનું આયુષ્ય એક દસકા પહેલા જ પૂર્ણ, છતાં તંત્ર નિંદ્રાધીન
9 કલાક પહેલા
Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?
9 કલાક પહેલા
હત્યારો પિતા : મેણાના માર સહન ન થતાં એકની એક દીકરીની ગોળી ધરબી કરી હત્યા, ટેનિસ પ્લેયરના હત્યાનું રહસ્ય વધુ ઘેરું બન્યું  
10 કલાક પહેલા
PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2250 Posts

Related Posts

Paris Paralympicsમાં ભારતની સોનેરી શરૂઆત : શૂટર અવનીએ ગોલ્ડ મેડલ અને મોના અગ્રવાલે જીત્યો બ્રોન્ઝ મેડલ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
સુરેન્દ્રનગરનાં જોરાવરનગરમાં મયુર પાનવાળા જીતેન્દ્રસિંહ ગોહિલની તેમની જ દુકાનમાં ગોળી મારી હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજવી પરિવાર અને ભાજપ પર મહેશ રાજપૂતના આકાર પ્રહાર, જાણો શું આપ્યું નિવેદન ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રશિયાના પ્રમુખના કયા ખાસ માણસની થઈ હત્યા ? કોણે કરી ? વાંચો
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર