ક્યારથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર ? બજેટ ક્યારે રજૂ થશે ?
- 22 મીથી સંસદનું બજેટ સત્ર, 23 મીએ બજેટ રજૂ થશે
- સંસદીય બાબતોના મંત્રી રિજીજુની જાહેરાત : સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કેન્દ્રમાં ત્રીજીવાર ભાજપના નેતૃત્વમાં મોદી સરકાર ચૂંટાઈ છે અને વડાપ્રધાને રેકોર્ડ કર્યો છે ત્યારે હવે નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર 22 મી જુલાઈથી શરૂ થવાનું છે તેવી માહિતી કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ શનિવારે આપી હતી. પ્લેટફોર્મ એક્સ પર એમણે આ મુજબની જાહેરાત કરી હતી.
બજેટ સત્ર અંગે વધુ માહિતી આપતાં એમણે કહ્યું હતું કે કેન્દ્રીય બજેટ લોકસભામાં 23 મીએ નાણામંત્રી નિર્મલા રજૂ કરશે અને બજેટ સત્ર 22 મી જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. જો કે બજેટ પહેલા નાણામંત્રી આર્થિક સર્વે રજૂ કરશે જેમાં બજેટમાં લેવાનાર પગલાંનો સંકેત મળશે.
નવી મોદી સરકારનું પ્રથમ ખાસ બજેટ સત્ર હંગામેદાર રહ્યું હતું. લોકસભામાં અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓના ભાષણો અને આક્ષેપોનો વડાપ્રધાને આક્રમક જવાબ આપ્યો હતો. હવે 22 મીથી શરૂ થનાર બજેટ સત્રમાં પણ શાસક અને વિપક્ષ વચ્ચેનો ટકરાવ જોવા મળી શકે છે.