બીજો ગોધરાકાંડ સર્જાવાનો ખતરો દર્શાવતા ઉદ્વવ ઠાકરે
કેપ: રામ મંદિરના ઉદ્ઘાટન સંદર્ભે વિવાદાસ્પદ નિવેદન
અયોધ્યા ખાતે આગામી જાન્યુઆરી મહિનામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભારતમાં તોફાનો ફાટી નીકળવાની અને ગોધરા જેવી ઘટના બનવાનો ઉદ્ધવ ઠાકરે ભય દર્શાવ્યો હતો.
જલગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં દેશભરમાંથી લોકો ટ્રેન ઉપરાંત અન્ય વિવિધ વાહનો દ્વારા અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે. આ લાખો રામ ભક્તો પરત ફરે ત્યારે ગોધરાકાંડ જેવી ઘટના પણ બની શકે છે એવી તેમણે ચેતવણી આપી હતી. નોંધનીય છે કે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકો ના ડબ્બાને આગ ચાંપવાની ઘટનામાં 65 કાર સેવકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ સમગ્ર ગુજરાત કોની હિંસામાં ધકેલાઈ ગયું હતું.