85 વર્ષની વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચરી બ્લેડ ના ઘા માર્યા
દિલ્હીમાં બની કંપાવી દેતી ઘટના
વાસનાંધ માનવી કેટલો અધમ બની શકે છે તેનું આઘાતજનક ઉદાહરણ દિલ્હીની એક શરમજનક ઘટનાએ પૂરું પાડ્યું છે.85 વર્ષની વૃદ્ધા ઉપર પણ દુષ્કર્મ થાય એ કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે પણ દિલ્હીમાં એવી જ ઘટના બની છે.
દિલ્હીના શાકોરપર વિસ્તારમાં ચુપડામાં એકલા રહેતા 85 વર્ષના એક વૃદ્ધા ઉપર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. એ પીડિત વૃદ્ધાએ પોલીસને જણાવ્યા અનુસાર સવારે ચાર વાગ્યે એક શખ્સ તેમના ઝૂંપડામાં ધસી આવ્યો હતો. દુષ્કર્મા આચાર્ય બાદ એ શખ્સે વૃદ્ધા ના ચહેરા ઉપર મુકા માર્યા હતા, હોઠ ઉપર બ્લેડ વડે કાપા કર્યા હતા અને ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી.
આ બનાવ અંગે તલસ્પર્શી તપાસ કરી નરાધમ આરોપીને સત્વરે ઝડપી લેવા માટે દિલ્હી કમિશન વુમન ફોર વુમન દ્વારા દિલ્હી પોલીસને નોટિસ આપવામાં આવી હતી. વૃધ્ધાના શરીર ઉપર ગુપ્ત ભાગ સહિત અનેક સ્થળે ઇજાના નિશાન જોવા મળ્યા હતા.