Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

સીમાંકન અને મહિલા અનામત બિલ માટે સંસદના ત્રીદિવસીય વિશેષ સત્રની દરખાસ્ત

Thu, August 6 2026

રાહુલ ગાંધીનો સ્પષ્ટ ઇનકાર, પહેલા ચર્ચાની માંગ

કેન્દ્ર સરકારે ડિલિમિટેશન અને મહિલા અનામત બંધારણીય સુધારા બિલ પસાર કરવા માટે 16, 17 અને 18 ઓગસ્ટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવાની દરખાસ્ત કોંગ્રેસ સહિતના વિપક્ષ સમક્ષ મૂકી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ બુધવારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી આ બંને બિલ માટે સહકાર માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ હાલની પરિસ્થિતિમાં સરકારની દરખાસ્ત ફગાવી દીધી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના મુદ્દે ચર્ચા અને 20 જુલાઈના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન થયા વિના ગૃહની કાર્યવાહી આગળ વધી શકે નહીં. કોંગ્રેસે સરકારને જણાવ્યું છે કે વિશેષ સત્ર અંગેનો અંતિમ નિર્ણય પક્ષની આંતરિક ચર્ચા તથા અન્ય વિપક્ષી પક્ષો સાથે પરામર્શ બાદ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં બજેટ સત્ર દરમિયાન ડિલિમિટેશન સંબંધિત બંધારણીય સુધારા બિલ જરૂરી બે-તૃતીયાંશ બહુમતીના અભાવે લોકસભામાં પસાર થઈ શક્યું નહોતું. બીજી તરફ હાલનું ચોમાસુ સત્ર સતત હોબાળા અને સ્થગિત થતી કાર્યવાહી વચ્ચે આગળ વધી રહ્યું છે, જેના કારણે પ્રશ્નકાળ પણ પૂર્ણ થઈ શક્યો નથી.

ચંદા ચોરી અને ગૃહમંત્રીના નિવેદન મુદ્દે વિપક્ષ આક્રમક

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષી પક્ષોએ અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ ઉઠાવી છે. સાથે જ 20 જુલાઈના વિદ્યાર્થી વિરોધ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં નિવેદન આપે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં પ્રતીકાત્મક દાનપેટીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે, જેના કારણે ચોમાસુ સત્ર સતત ગતિરોધનો ભોગ બની રહ્યું છે.

સરકારને બહુમતીની આશા

એપ્રિલમાં લોકસભામાં થયેલા મતદાન દરમિયાન 528 સાંસદો હાજર હતા અને બે-તૃતીયાંશ બહુમતી માટે 352 મત જરૂરી હતા. ત્યારે સરકારને 298 મત મળ્યા હતા જ્યારે 230 સભ્યોએ બિલનો વિરોધ કર્યો હતો, જેના કારણે બિલ 54 મતના અંતરથી પસાર થઈ શક્યું નહોતું. હવે તૃણમૂલ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કેટલાક સાંસદોના પક્ષપલટા બાદ સરકારને જરૂરી આંકડો નજીક હોવાનો વિશ્વાસ છે. સરકારનું માનવું છે કે આ બદલાયેલી સંખ્યાબળની સ્થિતિમાં વિવાદાસ્પદ ડિલિમિટેશન બિલ પસાર કરવાની શક્યતા વધી છે. રાજ્યસભામાં પણ એનડીએ ધીમે ધીમે બે-તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચી રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.

Tags:

CivicEngagementDelimitationBillDemocracyInActionEmpowerWomenEqualRepresentationGovernmentInitiativesLegislativeChangeParliamentSessionPolicyDiscussionPoliticalDebatePoliticalReformPublicPolicySocialJusticeWomenInPoliticsWomensReservation

Share Article

Other Articles

Previous

આપણી લાગણીઓનું રિમોટ સ્ક્રીનના પીક્સેલમાં છે!

Next

સ્પેસએક્સ રોકેટનો ચાર ટન વજનનો ટુકડો ચંદ્ર પર અથડાયો: વૈજ્ઞાનિકો માટે બની અનોખી ઉત્સુકતાનું કેન્દ્ર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા
21 મિનિટutes પહેલા
NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા
22 મિનિટutes પહેલા
ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ
23 મિનિટutes પહેલા
મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
25 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3407 Posts

Related Posts

સ્પાઇસ જેટ 10 સપ્ટેમ્બર સુધી રૂપિયા 100 કરોડ ભરી શકશે ?
નેશનલ
3 વર્ષ પહેલા
‘જીવ’ અને ‘શિવ’ને ‘ખુશ’ કરતું બજેટ મંજૂર
રાજકોટ
1 વર્ષ પહેલા
સુરત : સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં બ્લાસ્ટ થતાં ક્લાસરૂમમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં ; વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં સર્વે પૂરો : 4.30 લાખ હેકટરમાં પાકને નુકશાન, મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકનો સફાયો
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર