એક તરફ કોંગ્રેસ અને ગાંધીજી છે જયારે બીજી તરફ ભાજપ અને ગોડસે છે : રાહુલ ગાંધીના ચાબખાં
મધ્યપ્રદેશનાં શાજાપુરમાં એક રેલીને સંબોધિત કરી ભાજપ અને સંઘની કરી ટીકા
મધ્યપ્રદેશમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. શનિવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યના શાજાપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી. તેમણે જાહેર સભામાં કહ્યું કે એક તરફ કોંગ્રેસ પાર્ટી અને ગાંધીજી છે અને બીજી તરફ ભાજપ, આરએસએસ અને ગોડસે છે. એક તરફ નફરત અને હિંસા છે તો બીજી બાજુ પ્રેમ, આદર અને ભાઈચારો છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ભાજપના લોકો જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે પરંતુ હવે એમપીના યુવાનો અને ખેડૂતોએ તેમને પસંદ કરવાનું બંધ કરી દીધું છે. મધ્યપ્રદેશ દેશમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે.
બીજેપી પર નફરત ફેલાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે એક તરફ ધ્રૃણા અને હિંસા છે અને બીજી તરફ પ્રેમ, સમ્માન અને ભાઈચારો છે. મધ્ય પ્રદેશ દેશમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ સરકાર ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ આપતી નથી. છત્તીસગઢના ખેડૂતોને જઈને પૂછો કે તેમના પાકના કેટલા પૈસા મળે છે. જે વચન આપ્યું હતું એ પુરું કર્યું છે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર ખેડૂત ટેક્સ આપી રહ્યો છે. તેમણે જીએસટી લાગુ કર્યો છે. અમારી સરકાર ગરીબો અને ખેડૂતો માટે કામ કરે છે.