હવે ચીનના સંરક્ષણ મંત્રી ગૂમ !
અ પહેલા તેના વિદેશમંત્રી પણ ગૂમ થયા હતા
ચીનમાં પણ આંતરિક સખળડખળ ચાલી રહી છે અને જિનપિંગ પોતાના વિરોધીઓ સામે સખત છે તેવા અહેવાલો વચ્ચે સોશિયલ મીડિયા પર ચીનના સંરક્ષણમંત્રી લી શાંગફૂના ‘ગુમ’ થવાની ચર્ચા થવા લાગી છે.
જાપાનમાં અમેરિકી રાજદૂત રાહમ ઈમેનુએલની એક પોસ્ટ સામે આવ્યા બાદથી ચીનના સંરક્ષણ મંત્રી અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. ચીનના મીડિયાએ તાજેતરમાં કહ્યું હતું કે શી જિનપિંગે સંરક્ષણ મંત્રી સમક્ષ સુરક્ષા અને સ્થિરતાની વાતો કરી હતી.
તેમણે કહ્યું હતું કે સૈન્યમાં હાઈ લેવલની એકતાની જરૂર છે. જોકે હવે ચીનના સંરક્ષણમંત્રી લી છેલ્લીવાર બેજિંગમાં આયોજિત ચીન-આફ્રિકા પીસ એન્ડ સિક્યોરિટી ફોરમની બેઠકમાં દેખાયા હતા. તેના બાદથી જાહેરમાં સામે નથી આવ્યા. ]
આ જ રીતે ચીનના વિદેશમંત્રી કિન ગેંગ પણ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને મંત્રી પદેથી હટાવી દેવાયા હતા. તે એક મહિનાથી વધુ સમય સુધી સામે નહોતા આવ્યા. કિન ગેંગને પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના મનાતા હતા. તેમણે 10 વર્ષ સુધી આ જવાબદારી સંભાળી હતી. અચાનક ચીનની સરકારે વાંગ યીને આ જવાબદારી સોંપી દીધી. ઉલ્લેખનીય છે કે કિન ગેંગની લોકપ્રિયતા જિનપિંગ કરતાં પણ વધી ગઈ હતી.
