બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી એક અઠવાડિયા સુધી વરસાદ લાવશે આમ છતાં
-હવામાન ખાતાની આગાહી : ચોમાસાનો બીજો તબક્કો સારો વરસાદ લાવી શકે છે
અત્યારે ચોમાસુ વધી રહ્યુ છે પરંતુ જુન માસ મોટાભાગે કોરો જતા વરસાદની મોટી ખાધ ઉભી થઇ છે. એક આગાહી પ્રમાણે આગામી ૧૦ દિવસમાં ભારે વરસાદ પડવાની શક્યતાને લીધે હાલની ૪૦ ટકાની ખાધમાં ઘટાડો થશે પરંતુ જુલાઈમાં પણ મોટાભાગના રાજ્યોમાં એકંદરે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે તેવી ભીતિ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જુલાઈમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની સંભાવના પણ દર્શાવાઈ છે.
ચોમાસુ આગામી 2-3 દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક સ્થળોને આવરી લેવાની સંભાવના છે. હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલ, મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમની રચના આગામી 10 દિવસમાં વરસાદને સહાય કરશે, જે મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લાવશે.
આ પણ વાંચો: ૩ દાયકા પછી ‘આર્મર્ડ કોર્પ્સ’માંથી સેનાધ્યક્ષ બનનારા જનરલ ધીરજ સેઠ કોણ છે?
આગામી 7-10 દિવસમાં સંભવિત વરસાદી મોસમ ખાસ કરીને મધ્ય ભારતમાં વાવણીની કામગીરીમાં મદદ કરી શકે છે, ખાસ કરીને ‘મોન્સૂન કોર ઝોન’માં, જ્યાં ખેતી મોટાભાગે મોસમી વરસાદ પર નિર્ભર છે.
જૂનમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ 2009 (87.6mm) માં નોંધાયો હતો, જે અલ નિનો વર્ષ હતું જેમાં મોટો દુષ્કાળ પડ્યો હતો, ત્યારબાદ 1905 (91.9mm), 2014 (92.8mm), 1926 (96.7mm) અને 2026 (99.5mm) હતો. આ વર્ષે, ભારતમાં 2014 પછી જૂનમાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો, જે બીજુ દુષ્કાળ વર્ષ હતુ.
હવામાન ખાતાની ધારણા એવી છે કે, અલ નીનોની અસર હેઠળ ચોમાસાની ચાલ જોતા એવુ લાગી રહ્યું છે કે, ચોમાસાના બીજા તબક્કામાં સારો વરસાદ પડી શકે છે જો કે, આ સારા વરસાદથી પણ જૂન-જુલાઈની ખાધ પૂરી થઈ શકશે નહીં.
