Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

2021 માં 83 વિમાન બનાવવાનો HALને ઓર્ડર આપ્યો હતો પણ હજુ સુધી એક પણ નથી બન્યું

Sat, August 22 2026

પૂર્વ એરફોર્સ વાઇસ ચીફે આક્રોશ વ્યક્ત કર્યો, ચીન સાથેની હરિફાઈમાં ક્યાંય પાછળ રહી ગયા હોવાની ચેતવણી આપી

દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી સ્વદેશી લડાકુ વિમાન પ્રોજેક્ટ “તેજસ” અંગે ભારતીય વાયુસેનાના પૂર્વ વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સામે અસામાન્ય રીતે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વર્ષો પહેલાં વાયુસેનાને જે વિમાન મળવું જોઈએ હતું તે આજે પણ મળ્યું નથી. તેમણે HALની કામગીરી તથા તેની ધીમી ગતિ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ચિંતાજનક હોવાની ચેતવણી આપી હતી.

એર માર્શલ કપૂરે કહ્યું કે 2021માં વાયુસેનાએ 83 તેજસ Mk-1A વિમાનો માટે લગભગ ₹46,000 કરોડનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ પાંચ વર્ષ બાદ પણ એક પણ વિમાન વાયુસેનાને સોંપવામાં આવ્યું નથી. HAL વારંવાર નવા કારણો અને બહાનાં રજૂ કરી રહી છે, પરંતુ વાયુસેનાની જરૂરિયાતો સામે તેની તાકીદ અને જવાબદારી દેખાતી નથી.

તેમણે સવાલ ઉઠાવ્યો કે વર્ષો પહેલાં નક્કી કરાયેલી ક્ષમતાવાળું વિમાન હજુ સુધી કેમ ઉપલબ્ધ કરાવી શકાયું નથી? કોઈ સંસ્થા પોતાના વચનો પૂરા ન કરી શકે અને તેના કારણે દેશની રક્ષા વ્યવસ્થા પ્રભાવિત થાય તે સ્વીકાર્ય ન હોવાનું તેમણે જણાવ્યું.

એર માર્શલ કપૂરે વધુમાં ચેતવણી આપી હતી કે ભારત હજુ ચોથી પેઢીના લડાકુ વિમાનો વિકસાવવામાં વ્યસ્ત છે, જ્યારે ચીન પાંચમી અને છઠ્ઠી પેઢીના અતિ આધુનિક સ્ટેલ્થ ફાઇટર વિમાનોના યુગમાં પ્રવેશી ચૂક્યું છે. આવી સ્થિતિમાં તેજસ Mk-2 જ્યારે મોટા પાયે સેવામાં આવશે ત્યારે તેની ઓપરેશનલ પ્રાસંગિકતા પર પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે.

આ પણ વાંચો: બળાત્કારનો કેસ દબાવવા પંજાબના મુખ્યમંત્રીના પત્નીએ 5 કરોડ લીધા?

તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વદેશી ઉત્પાદન જરૂરી છે, પરંતુ અનંતકાળ સુધી રાહ જોવી શક્ય નથી. જો વિકાસની ગતિ આવી જ રહેશે તો ભારતને અદ્યતન ટેકનોલોજી માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીના વિકલ્પો પણ ગંભીરતાથી વિચારવા પડશે.

તેજસ તૈયાર થઈને આવશે ત્યારે ચીને એડવાન્સ વિમાન બનાવી લીધા હશે…

એર માર્શલ નાગેશ કપૂરનું માનવું છે કે ભારત હજુ ચોથી પેઢીના ફાઇટર વિમાનોના વિકાસમાં અટવાયેલું છે, જ્યારે ચીન ઝડપથી પાંચમી અને છઠ્ઠી પેઢીના યુદ્ધ વિમાનો તરફ આગળ વધી રહ્યું છે. અંદાજો મુજબ 2030 સુધીમાં ચીન પાસે 500 જેટલા J-20 સ્ટેલ્થ ફાઇટર વિમાનો હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેજસ Mk-2 જ્યારે 2030ના દાયકાના મધ્યમાં મોટી સંખ્યામાં સેવામાં આવશે ત્યારે તે ટેકનોલોજીની દ્રષ્ટિએ પાછળ રહી ગયેલું પ્લેટફોર્મ બની શકે છે. કપૂરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 2035માં ચોથી પેઢીનું વિમાન મુખ્ય યુદ્ધ ભૂમિકામાં સંપૂર્ણપણે પ્રાસંગિક રહેશે એવું માનવું મુશ્કેલ છે.

મુખ્ય નિષ્ફળતાઓ

2021ના 83 તેજસ Mk-1Aના ઓર્ડર બાદ પણ એક પણ વિમાનની ડિલિવરી નહીં

વાયુસેનાને અપાયેલા સમયપત્રકનું સતત ઉલ્લંઘન

તેજસ Mk-2નો પ્રોટોટાઇપ 2022માં આવવાનો હતો, પરંતુ હજુ સુધી તૈયાર નહીં

રડાર, એવિઓનિક્સ અને હથિયાર પ્રણાલીના સંકલનમાં વિલંબ

વિદેશી એન્જિન સપ્લાય પર અતિનિર્ભરતા

HALમાં જરૂરી “સેન્સ ઓફ અર્જન્સી”નો અભાવ

વાયુસેનાની જરૂરિયાતો અને HALની કામગીરી વચ્ચે મોટું અંતર

AMCA સ્ટેલ્થ ફાઇટર કાર્યક્રમમાંથી HAL બહાર થઈ ગયું

રાષ્ટ્રીય સુરક્ષાના મામલે પણ અક્ષમ્ય વિલંબ : પ્રોજેક્ટ ઠેલાતો જ રહ્યો

તેજસ Mk-2 કાર્યક્રમ HAL માટે ટેકનોલોજીકલ ક્ષમતાનો મહત્વનો માપદંડ માનવામાં આવે છે. કંપનીએ 2022માં તેનો પ્રોટોટાઇપ રજૂ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ ત્યારબાદ સમયમર્યાદા સતત લંબાતી રહી. 2023, 2024, 2025 અને 2026 સુધી પ્રોજેક્ટ આગળ ધકેલાતો રહ્યો છે. હવે પ્રથમ ઉડાન 2027માં થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતા પ્રોજેક્ટોમાં આવા વિલંબને ગંભીર ગણવામાં આવે છે. પૂર્વ વાયુસેના વાઇસ ચીફના મતે દેશની રક્ષા તૈયારી માટે જરૂરી સાધનો વર્ષો સુધી અટવાઈ રહે તે માત્ર વહીવટી ખામી નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતો મુદ્દો છે. HALની ધીમી ગતિને કારણે વાયુસેનાની લડાયક ક્ષમતાના આધુનિકીકરણમાં પણ વિલંબ થઈ રહ્યો હોવાનું તેમણે સૂચવ્યું છે.

Share Article

Other Articles

Previous

માળિયા મીયાણા પાસે તાલપત્રી નીચે છૂપાવેલ 16,924 બોટલ દારૂ-બિયર ઝડપાયો

Next

બળાત્કારનો કેસ દબાવવા પંજાબના મુખ્યમંત્રીના પત્નીએ 5 કરોડ લીધા?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
પાકિસ્તાનમાં છુપાયેલા હાફિઝ સઈદને સમન્સ, જમ્મુ કોર્ટમાં હાજર થવા આદેશ
1 કલાક પહેલા
રાજ્યભરમાં FDCA ના દરોડા: અમદાવાદ સહિત રાજ્યભરમાં બોગસ અને નકલી દવાઓ ઝડપાઈ: 30થી વધુ સ્થળોએ તપાસ
1 કલાક પહેલા
1 સપ્ટેમ્બર 2026થી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસનું ફિઝિકલ સ્ટેમ્પિંગ થશે બંધ: હવે ફોનમાં જ થશે કામ
2 કલાક પહેલા
ચીનના ‘લાઈટનિંગ’ રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3505 Posts

Related Posts

શું બોલ્યા હતા મોદી – શાહ – નીતીશ – નાયડુ ? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે જુના વિડીયો
નેશનલ
2 વર્ષ પહેલા
રાજસ્થાનની ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: 8 કામદારો જીવતા ભૂંજાયા, રેસ્ક્યૂ ટીમને માત્ર હાડપિંજર મળ્યા
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટની લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને પગલે જામનગરના ક્ષત્રિય સમાજમાં પણ રોષ : જુઓ વિડિયો
ગુજરાત
2 વર્ષ પહેલા
પરિણામ પહેલા જ આગામી પાંચ વર્ષનો વિકાસનો રોડ મેપ તૈયાર કરવા મંત્રીઓને આદેશ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર