આ નવા ભારતનો જયઘોષ છે : સી.આર.પાટીલ
ચંદ્રયાન નું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે પોતાના નિવાસ્થાને ટીવી ઉપર નિહાળ્યું અને આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે આ નવા ભારતનો જયઘોષ છે….!!! ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે આંખો ભીની થઇ અને એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રમ્હાંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે.
શ્રી પાટીલે વધુમાં જણાવ્યું હતું કે હું ઇસરોનાં સર્વ વૈજ્ઞાનિકોને નતમસ્તક વંદન કરું છું. એમનાં સતત અને સખત પરિશ્રમનું આ અમૃતફળ છે. આજનો દિવસ આપણો દેશ ક્યારેય નહીં ભૂલી શકે !
