નરેન્દ્ર મોદી સામે ભાજપમાં બળવો થશે અશોક ગેહલોતની આગાહી, નવી ચર્ચા જગાવી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એવી આગાહી કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુધ્ધ ભાજપમાં બળવો થઈ શકે છે. કારણ કે પાર્ટીમાં એમનું સન્માન ઓછું થઈ ગયું છે.
જો કે કયા આધાર પર એમણે આ વાત કરી છે તેની સ્પષ્ટતા કરી નથી. એમણે વધુમાં કહ્યું કે ભાજપના કોઈ પણ મોત નેતાને પૂછો કે પાર્ટીની બેઠકોમાં કેવા પ્રકારના હાલાત બની ગયા છે.
એમણે કહ્યું છે કે ઓબીસી સમુદાયમાંથી વડા પ્રધાનના પદ સુધી પહોંચ્યા છો તો પછી ઓબીસીનું માં સન્માન તો રહેવું જોઈએ. વડા પ્રધાન અને સંઘ પરિવાર વચ્ચે પણ મતભેદો છે. જો કે અમને તેની સાથે કાઇ લેવાદેવા નથી.