Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગુજ્જુઓની સવાર-રાત થેપલા-સૂકી ભાજી વગર અધૂરી…!

Sat, June 29 2024

૨૪ કેરેટ સોનાના દાગીના બાદ આ વાનગી પણ આપણું' ઘરેણું જ ગણવી પડે

તહેવાર હોય કે ન હોય સવારે નાસ્તાની થાળીમાં થેપલા ન હોય એટલે ઘણાનો દિવસ જાય છેમોળો’
સૂર્યકાંતના થેપલા હોય કે જામનગર રોડ પર રાજુ રવેચીના થેપલા હોય સવાર-સાંજ સ્વાદશોખીનોનું ઉભરાય છે કીડિયારું
દહીં, તીખી ચટણી અને આથેલા મરચાનો ચટાકો' હોય એટલે મજા હી મજા...

હવે તો અન્ય રાજ્યના લોકો પણ થેપલા-સૂકી ભાજીના થઈ ગયા છેબંધાણી’

વાંચકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હોય છે તે વોઈસ ઓફ ડે'ની ફૂડ એક્સપ્રેસ’ આ સપ્તાહે આપણી' પોતાની વાનગી જે વર્ષોથી ઘર-ઘરમાં બને છે અને ખવાય છે તે થેપલા-સૂકી ભાજીની વાનગી પીરસવા માટે આવી પહોંચી છે. વ્યક્તિએ જ્યારે પોતાના શરીર પર ૨૪ કેરેટ સોનાના દાગીના પહેર્યા હોય ત્યારે તેનોવટ’ કંઈક અલગ જ પ્રકારનો હોય છે તેવી જ રીતે આપણા ગુજ્જુઓ જ્યારે થેપલા-સૂકી ભાજીની વાત કરતા હોય ત્યારે તેનો વટ પણ કંઈક એવો જ હોય છે. એકંદરે આપણે થેપલા-સૂકી ભાજીની વાનગીને ઘરેણું' તો ગણવું જ પડે જેનો ઈનકાર લગભગ કોઈ કરી શકે તેમ નથી. રાજકોટ જ નહીં બલ્કે ભારત અને વિદેશમાં રહેતા ગુજ્જુઓની સવાર અને રાત થેપલા-સૂકી ભાજી વગર અધૂરી જ ગણાશે ! જન્માષ્ટમીનો તહેવાર હોય કે પછી બીજો કોઈ પ્રસંગ હોય...સવારે નાસ્તાની થાળીમાં ગુજ્જીને થેપલા ન મળે એટલે તેનો દિવસમોળો’ જ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. રાજકોટમાં આમ તો ઠેર-ઠેર થેપલા સૂકી-ભાજીની વાનગી મળે છે પરંતુ સૌથી વધુ ફેમસ જો કોઈ હોય તો તે સૂર્યકાંતના થેપલા-સૂકી ભાજી છે. એક સમય હતો કે જ્યારે અહીં જેવા થેપલા બીજે ક્યાંય મળતાં ન્હોતા પરંતુ હવે એ સમય વીતી ગયો છે અને દાઢે વળગી જાય તેવા થેપલા-સૂકી ભાજી અન્ય સ્થળોએ પણ મળવા લાગ્યા છે. આવી જ એક જગ્યા જામનગર રોડ ઉપર એઈમ્સ હોસ્પિટલ પાસે મૈસુર ભગત ચોક પાસે રવેચી નાસ્તા સેન્ટર નામની જગ્યા છે જેના થેપલા-સૂકી ભાજી અને આલુ પરોઠા દાબવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.


મુળ ઉત્તર પ્રદેશના અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા યોગીભાઈએ જણાવ્યું કે તેમના દાદાએ રાજકોટમાં થેપલા-સૂકી ભાજી વેચવાનું શરૂ કર્યું હતું જેને આજે નવ વર્ષ થઈ ચૂક્યા છે. જો કે છેલ્લા ચારેક મહિનાથી જામનગર રોડ ઉપર થેપલા-સૂકી ભાજીનું વેચાણ કરી રહ્યા છે. અહીં લોકો આરામથી બેસીને જમી શકે તે માટે ખાટલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્યારે થેપલા-સૂકી ભાજીની એક પ્લેટમાં ચાર થેપલા, દહીં, સૂકી ભાજી અને ચટણી પીરસવામાં આવે છે જે એક પ્લેટ ખાધાં બાદ પેટ ભરાઈ જવાની ગેરંટી છે. જો કે જ્યાં સુધી ચાર થેપલા પૂરા ન થાય ત્યાં સુધી સૂકી ભાજી અને દહીં પીરસવામાં આવી રહ્યા છે ! મોટાભાગે સવારે અને રાત્રે વધુ સંખ્યામાં લોકો અહીં નાસ્તો કરવા માટે આવતા હોય છે. રાજકોટીયન્સ માટે દહીં, તીખી ચટણી અને આથેલા મરચાનો `ચટાકો’ હોય એટલે મજા હી મજા પડી જાય તેવી સ્થિતિ છે.

દુબઈ જાય કે અમેરિકા, લંડન જાય કે મલેશિયા…થેપલા તો સાથે હોવા જ જોઈએ…!
રાજકોટ સહિત ગુજરાતીઓ દુબઈ, અમેરિકા, લંડન, થાઈલેન્ડ, મલેશિયા સહિતના દેશોમાં ફરવા માટે અથવા તો કામસર જતા હોય છે. વિદેશમાં આમ તો દરેક પ્રકારની વાનગી ઉપલબ્ધ હોય છે પરંતુ ઘણા સ્વાદશોખીનો એવા હોય છે જેમને થેપલા વગર ચાલતું જ ન હોય તેઓ એરટાઈટ પેકિંગ કરીને પાર્સલ કરી રાખે છે જેથી કરીને વિદેશમાં તેમને ભાવતાં ભોજનીયા ન મળે તો થેપલા ખાઈને પણ દિવસ પસાર કરી લ્યે છે. કોઈ પણ દેશમાં ફરવા જઈએ પરંતુ થેપલા તો સાથે હોવા જ જોઈએ તેવી એક `આદત’ ગુજ્જુઓને પડી ગઈ છે.

એક સમય હતો જ્યારે….
રાજકોટમાં થેપલા વર્ષોથી વેચાઈ રહ્યા છે ત્યારે શરૂઆતમાં તેની પ્લેટ એકાદ-બે રૂપિયામાં મળતી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને વાનગી લોકપ્રિય થતી ગઈ તેમ તેમ ભાવમાં પણ વધારો થતો ગયો અને આજે થેપલાની પ્લેટ ૬૦થી ૭૦ રૂપિયામાં પડી રહી છે. જો કે કિંમત જોઈને ખાણીપીણીની જ્યાફત ઉડાવે તો એ રાજકોટીયન્સ ન કહેવાયની કહેવત માફક અત્યારે લોકોને મસ્ત-મજાના ટેસ્ટી થેપલા જોઈએ, કિંમતનું તો પછી જોઈ લેશું તેવી માનસિકતા બંધાઈ ગઈ છે.

રાત્રે ૧ વાગ્યો હોય કે ૨…કંઈ ન મળે કે ન મળે, થેપલા તો મળી જ જાય !
રાજકોટ રંગીલું શહેર છે એટલે અહીં ખાણીપીણીની ઘણી દુકાનો કાયદેસર અથવા તો ગેરકાયદેસર રીતે મોડી રાત સુધી ધમધમતી હોય છે જેનો લાભ લઈને સ્વાદશોખીનો રાત્રે ૧ વાગ્યો હોય કે ૨ વાગ્યા હોય ભૂખ લાગે એટલે તેમને ખબર જ હોય છે કે અહીં બીજું કશું મળે કે ન મળે પરંતુ થેપલા તો મળી જ જાય છે એટલે તેમનો સૌથી પહેલો `એટેક’ થેપલા ઉપર જ રહેતો હોય છે.

Share Article

Other Articles

Previous

દાખલો બેસે એવી કાર્યવાહીથી જ વ્યાજખોરી બંધ થશે: કમિશનર

Next

Suntory નામની વ્હીસ્કી બનાવતી જાપાનીઝ કંપનીનું ભારતમાં આગમન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
12 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
12 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
12 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
13 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા કેટલી થઈ ? જુઓ
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
યુધ્ધના સંકટ વચ્ચે ભારતીય એરલાઇન્સને સરકારે આપી રાહત
નેશનલ
4 મહિના પહેલા
દેશમાં મળ્યો મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ, વિદેશથી આવેલા યુવકની સારવાર
Breaking
2 વર્ષ પહેલા
લેન્ડર વિક્રમે ચંદ્રમાનો લેટેસ્ટ Video મોકલ્યો, ઈસરોએ કહ્યું તૈયારીઓ પૂરી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર