જસદણનાં આંબરડી જીવનશાળા હોસ્ટેલમાં છાત્ર પર કુકર્મ કરનાર ગૃહપતિની ધરપકડ,નિઃવસ્ત્ર કરી દૂષ્કર્મ ગુજારતો હોવાનો આરોપ
રાજ્યમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પર અત્યાચારનાં કિસ્સાઓ વધી રહ્યા છે. તો અમુક બાળકોના વાલીઓ પોલીસ મથકે ફરિયાદ કરતા હોય છે. જ્યારે અમુક વાલીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. જસદણના આંબરડી ગામે આવેલ જીવન શાળાની હોસ્ટેલમાં ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ થયો છે. ગુરૂપતિ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી વધુ એક એક ઘટનાં સામે સામે આવી છે.
જસદણના આંબરડી જીવનશાળાની હોસ્ટેલમાં ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે ફરિયાદ નોંધાઈ છે. જસદણ પોલીસે પોકસો, એટ્રોસિટી સહિત કલમો નોંધી તપાસ શરૂ કરી છે. આંબરડી ગામની જીવનશાળા હોસ્ટેલમાં ગૃહપતિ કિશન ગાગડીયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ છે. ૧૪ વર્ષના વિદ્યાર્થી સાથે
અભદ્ર વર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જર્જરિત રૂમમાં લઈ જઈને નિઃવસ્ત્ર કરતો હોવાનો પણ વિદ્યાર્થીઓનો આરોપ છે.
પીડિત વિદ્યાર્થીએ પોતાના વાલીને જણાવતા સમગ્ર મામલે ખુલાસો થયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આચાર્યને ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી
પહોંચ્યો છે. ગુરૂએ બાળકનું ભવિષ્ય ઉજ્જ્વળ કરે પરંતુ આ કલંકિત શિક્ષકોએ ગુરૂ શબ્દને લજવ્યો છે. સમાજમાં મા પછી જો કોઈ બીજા ગુરૂ હોય તો એ શિક્ષક છે.
પરંતુ આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે જસદણમાં ગૃહપતિ અને આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે જસદણ પોલીસે એક આરોપી કિશનની ધરપકડ કરી છે એક આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.