કેનેડામાં પ્લેન ક્રેશ થતાં 2 તાલીમાર્થી ભારતીય પાયલટ સહિત 3 ના મોત
મૃત્યુ પામનાર બંને યુવકો મુંબઈના છે, તપાસ શરૂ
કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થઈ જતાં વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા હતા . સ્થાનિક મીડિયા પ્રમાણે વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ વિમાન ક્રેશ થઈ ગયુ હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા બે ભારતીય પાયલટના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગાડે છે. તેઓ મુંબઈના રહેવાસી હતા. સ્થાનિક અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી .
કેનેડા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, ઘટના સ્થળનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યુ છે અને આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે કોઈ જોખમની કોઈ સૂચના નથી મળી. જે પ્લેન ક્રેશ થયુ છે તેનું નામ પાઈપર પીએ-34 સેનેકા છે.
જોકે, પ્લેન ક્રેશ થવાનું કારણ હજું સુધી સ્પષ્ટ નથી થયું. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું કે, તે તપાસકર્તાઓને ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
ઈમરજન્સી હેલ્થ સર્વિસે જણાવ્યું કે, પાંચ એમ્બ્યુલન્સ અને એક પેરામેડિક સુપરવાઈઝર ક્રેશ સાઈટ પર પહોંચી ગયા હતા . બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર માર્ગ પર હતા પરંતુ દુર્ઘટના સ્થળ વિસ્તારમાં પહોંચતા પહેલા જ તેને રદ કરી દેવામાં આવ્યા હતા .