એમપી અને છત્તીસગઢના સીએમ માટે ભાજપની બેઠકો ક્યારે ? વાંચો
રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક બાદ પ્રક્રિયા ઝડપી બની, બેઠકોનો દોર ચાલુ જ છે
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
3 રાજ્યોમાં ભાજપની અભૂતપૂર્વ જીત બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી કરવા માટેની કવાયાત હવે ઝડપી બની છે અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પાર્ટીના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે એક બે દિવસમાં જ નામ નક્કી થઈ જશે. સસ્પેન્સનો અંત આવશે.
મધ્યપ્રદેશ માટે સીમના ચેહરાની પસંદગી માટે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક સોમવારે એટલે આવતી કાલે ભોપાલ ખાતે યોજાવાની છે અને આ મુજબનો સમય નક્કી થયો છે. બધા જ ધારાસભ્યોને તારીખની જાણકારી આપી દેવાઈ છે. કેન્દ્ર દ્વારા નિયુક્ત નિરીક્ષકો બેઠકની અધ્યક્ષતા કરશે.
એ જ રીતે છત્તીસગઢના સીમના ચહેરાની પસંદગી માટે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક 10 મી તારીખે એટલે આજે મળી રહી છે. કેન્દ્ર દ્વારા નિરીક્ષક નિમાયેલા અર્જુન મુંડા, સોનોવાલ અને દુષ્યંત ગૌતમ બેટયહકની અધ્યક્ષતા કરશે અને ચર્ચા કરશે. મૂંડાએ પત્રકારોને એમ કહ્યું હતું કે નામની જાહેરાત ખૂબ જલ્દી કરી દેવાશે.
3 રાજ્યોમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની ઇન્તેજારી લોકોમાં અને રાજકીય આલમમાં વધી રહી છે. જો કે ટોચ લેવલે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને હવે એક બે દિવસમાં જ નામની જાહેરાત કરવામાં આવશે અને તે માટેની પ્રક્રિયા ઝડપી બની છે.
